ભાજપના આ નવા બનેલા ધારાસભ્યએ ચૂંટણી ખર્ચના વધેલા 7 લાખ પાછા આપી દીધા

PC: npg.news

મધ્ય પ્રદેશથી એક સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે રાજકારણીઓની છાપ ઇમાનદાર તરીકેની હોતી નથી, પરંતુ મધ્ય પ્રદેશમાં ભાજપના એક ધારાસભ્યએ પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી લડવા માટે જે ફંડ ફાળવ્યું હતું,તેમાંથી ખર્ચ બાદ કરતા જે રકમ બચી હતી તે પાર્ટીને પાછી આપી દીધી છે.

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી મળ્યા બાદ મુખ્યમંત્રી કોણ બનશે તેના પર ભારે ચર્ચા છે. પાર્ટીની ચૂંટણી નેતાની પ્રામાણિકતા પર નિર્ભર કરે છે. અને, માત્ર તે જ નેતા પ્રામાણિક છે જે પક્ષ દ્વારા આપવામાં આવેલા ભંડોળનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે. ચૂંટણી પછી બાકીના પૈસા પાછા પાર્ટીની તિજોરીમાં જમા કરાવે. આવું જ એક ઉદાહરણ ઉજ્જૈનના નાગડા ખાચરોડના ભાજપના ધારાસભ્ય ડોક્ટર તેજ બહાદુર સિંહ ચૌહાણે રજૂ કર્યું છે.

મધ્ય પ્રદેશમાં વિધાનસભા 2023ની ચૂંટણીમાં ભાજપે ડોકટર તેજ બહાદુરને ટિકીટ આપી હતી અને ચૂંટણી ખર્ચ પેટે 20 લાખ રૂપિયા આપ્યા હતા. ડોકટર તેજ બહાદુરનો ચૂંટણીમાં 13 લાખ રૂપિયા ખર્ચ થયો હતો. તેમણે બાકી બચેલી 7 લાખ રૂપિયાની રકમ પાર્ટીને પાછી આપી દીધી હતી. ધારાસભ્ય ડોકટર તેજ બહાદુરની પ્રમાણિકતાની મધ્ય પ્રદેશમાં પ્રસંશા થઇ રહી છે.

નાગદા-ખચરૌડ વિધાનસભા ચૂંટણીમાં તેજ બહાદુર સિંહે કોંગ્રેસના દિલીપ ગુર્જરને 15,927 મતોથી હરાવ્યા હતા. સંભવતઃ, રાજ્યમાં આ પહેલો કિસ્સો છે જ્યારે કોઈ નેતાએ પાર્ટી દ્વારા ચૂંટણી લડવા માટે આપેલા અને બચેલા પૈસા પાછા ફંડમાં જમા કરાવ્યા હોય. આ મામલે ઉજ્જૈન નાગડા ખાચરોડ વિધાનસભાના મીડિયા પ્રભારી પ્રકાશ જૈને કહ્યું કે તેજ બહાદુર સિંહને પાર્ટી ફંડમાંથી ચૂંટણી લડવા માટે 20 લાખ રૂપિયા મળ્યા હતા.

તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન અને પરિણામ આવે ત્યાં સુધી માત્ર 13 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ પછી ધારાસભ્ય ચૌહાણે ઈમાનદારી બતાવીને બાકીની 7 લાખ રૂપિયા ભોપાલ ઓફિસમાં પાર્ટીને જમા કરાવી દીધી હતી.

ભાજપે ડોકટરને પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડવાની તક આપી હતી. ભાજપના પૂર્વ નેતા દિલીપ સિંહ શેખાવત ડોકટરને ટિકિટ મળતાં નારાજ થઈ ગયા હતા.આ પછી રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ શેખાવતને સમજાવ્યા હતા. આ પછી અહીં બધાએ સાથે મળીને ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને ભારે હારનો સામનો કરવો પડ્યો હતો.આ સીટ પહેલા કોંગ્રેસ પાસે હતી.

ધારાસભ્ય ચૌહાણનો ભાજપ સંગઠનમાં ઊંડો પ્રભાવ છે. વિસ્તારમાં તેમની છબી એક પ્રામાણિક નેતાની છે. જનતાને તેમની નિખાલસતા પસંદ છે. આ કારણોસર તેઓ આ ચૂંટણી પણ જીત્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp