કન્નૌજ સીટ માટે બાખડ્યા BJPના સાંસદ અને પૂર્વ મંત્રી, વાતચીતનો ઓડિયો વાયરલ

PC: livehindustan.com

ઉત્તર પ્રદેશની કન્નૌજ લોકસભાની સીટની ટિકિટને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોરદાર ખેચતાણ શરૂ થઈ ગઈ છે. આ આશંકાઓને એ સમયે બળ મળી ગયું, જ્યારે સાંસદ સુબ્રત પાઠક અને પૂર્વ મંત્રી સતીશ પાલની ફોન પર વાતચીતનો ઓડિયો વાયરલ થઈ ગયો. આરોપ છે કે, તેમાં દાવેદારીની બાબતે સુબ્રત પાઠક અને સતીશ પાલની તીખી દલીલ થઈ રહી છે. તો સતીશ પાલ પણ કેન્દ્રી મંત્રી એ.પી. સિંહ બઘેલ માટે આપત્તિજનક વાતો કહેતા સંભળાઇ રહ્યા છે. બંને જ પક્ષોએ ફોન પર વાતચીતની પુષ્ટિ કરી છે.

વર્ષ 2019માં ડિમ્પલ યાદવને હરાવીને કન્નૌજથી સાંસદ બનેલા સુબ્રત પાઠક આ વખત પણ ટિકિટના દાવેદાર છે. બીજી તરફ લોકસભા ક્ષેત્રમાં દલિત અને પછાતનો વસ્તીને ધ્યાનમાં રાખતા પૂર્વ મંત્રી સતીશ પાલ પણ જોર લગાવી રહ્યા છે. છેલ્લા 2 દશકમાં સતીશ પાલ અને સુબ્રત પાઠકના સંબંધ ખૂબ સારા રહ્યા છે. સતીશ પાલ બહુજન સમાજ પાર્ટી (BSP)માં પણ રહી ચૂક્યા છે. રાજનીતિક સમીક્ષકોનું કહેવું છે કે જ્યારે સુબ્રત પાઠકને સતીશ પાલની સક્રિયતા બાબતે ખબર પડી તો તેઓ રોષે ભરાઈ ગયા. ગયા અઠવાડિયે સુબ્રત પાઠકે સતીશ પાલને ફોન કર્યો. સામાન્ય શિષ્ટાચારથી શરૂ થયેલી વાત દલીલ અને ધમકી સુધી પહોંચી ગઈ. સતીશ પાલે ગુરુવારે કન્નોજમાં રામરાજ્ય સામાજિક ન્યાય તિરંગા યાત્રા પણ કાઢી.

આ વાતચીત થઈ:

સુબ્રત પાઠક કહે છે કે, ભવિષ્યમાં તમને નુકસાન થઈ જશે. અમે છોડીશું નહીં, એટલા સીધા વ્યક્તિ અમે નથી. તમે જે કામ કર્યું છે તે ભાજપમાં રહીને કર્યું. અમે તમને 2007માં 20 હજાર રૂપિયા આપ્યા હતા. તમારા ઉપર લોન હતી. સતીશ પાલ જવાબ આપતા કહી રહ્યા છે, શું ધમકી આપવા ફોન કર્યો છે? આ ધમકાવનારી વાત છે. અમે અતિ પછાતોની રાજનીતિ કરીએ છીએ. ટિકિટ માગવા માટે જીગર જોઈએ.

આખા ઉત્તર પ્રદેશમાં એક પણ ગડરિયા સાંસદ નથી. ત્યારબાદ સતીશ પાલે મંત્રી એસ.પી. સિંહ બઘેલને લઈને કેટલીક વાતો કહી. સતીશ પાલે કહ્યું કે, ગયા અઠવાડિયે સુબ્રત પાઠકનો ફોન આવ્યો હતો. હું 2000ની પેટાચૂંટણીમાં કન્નૌજથી લડ્યો હતો. બિધૂના કાંડ પણ થયો હતો. ફોન પર ધમકાવી રહ્યા છે. એ સારું નથી. પાર્ટી ફોરમ પર તેની મૌખિક અને લેખિત ફરિયાદ કરીશું.

તો સાંસદ સુબ્રત પાઠકે કહ્યું કે, સતીશ પાલ મોટા ભાગે જેમ તેમ બોલે છે. મંત્રી એસ.પી. સિંહ બઘેલને ગાળો આપે છે. સંભવ છે કે ઓડિયો લીક કરવામાં આવ્યો હોય. ગયા વર્ષે સાંસદ સુબ્રત પાઠકે તથા કથિત લોહામંડી પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓને માર્યા હતા. તેમાં સુબ્રત પર નામિત FIR થઈ હતી. ત્યારબાદ સમાજ કલ્યાણ મંત્રી અસીમ અરુણ સાથે તેમની ખેચતાણે ચર્ચા મેળવી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં કથિત રૂપે વિરોધી પાર્ટીના કન્હૈયા દીક્ષિત અને તેમના સમર્થકો વચ્ચે ગાળાગાળી થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp