મુકેશ અંબાણી અચાનક રાહુલ અને સોનિયા ગાંધીના ઘરે દિલ્હી પહોંચ્યા, જાણો કારણ
આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અચાનક કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યા હતા. બધાના મનમાં એક જ સવાલ હતો કે મુકેશ અંબાણી ગાંધી પરિવારના ઘરે કેમ ગયા હશે? પણ રિપોર્ટ મુજબ દિલ્હીના 10 જનપથ સ્થિત સોનિયા ગાંધીના ઘરે મુકેશ અંબાણી પોતાના દીકરા અનંત અંબાણીની કંકોત્રી આપવા માટે ગયા હતા.
RSS પ્રમુખ મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણીમાં ઘરે શુક્રવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત પહોંચ્યા હતા. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પહેલાથી જ મોહન ભાગવતનું સ્વાગત કરવા ગેટ પર હાજર હતો અને જેવા જ મોહન ભાગવત પહોંચ્યા. કહેવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણીના લગ્ન અગાઉ તમામ મોટા મોટા VIPઓ સાથે ફોટોશૂટ ચાલી રહ્યું છે અને આ પ્રકારે આજે મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે એંટીલિયા પહોંચ્યા હતા.
આ દરમિયાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે આવતા જ વાયરલ થઈ ગયો છે. સામે આવેલા આ વીડિયોમાં અનંત અંબાણી પોતાના ઘર બહાર આવે છે અને ત્યાં ઉપસ્થિત લોકોના આશીર્વાદ લે છે. આ દરમિયાન તે પોતાના પરિવારના મુખ્ય પૂજારીને પણ પગે પડે છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોનું કહેવું છે કે અનંત ખૂબ ગ્રાઉન્ડેડ અને ખૂબ મોટા દિલવાળો છે. અનંત એક સંસ્કારી અને સારો વ્યક્તિ છે. તે ક્યારેય મોટાઓનું સન્માન કરવાનું ભૂલતો નથી. જ્યારે અનંત બધાને મળી લે છે તો પોતાના પિતા મુકેશ અંબાણી સાથે જ બધા ગસ્ટને ઘરની અંદર લઈ જાય છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘર પર ફરી એક વખત મેગા સેલિબ્રેશન થઈ રહ્યું છે. આ અગાઉ અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશન ખૂબ ચર્ચમાં રહ્યું. હવે તેના લગ્નના સેલિબ્રેશનનો વારો છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન આગામી મહિને 12 જુલાઈએ થવાના છે, પરંતુ તેના માટે હસ્તીઓની તાતો અત્યારથી લાગવાનો શરૂ થઈ ગયો છે. આ ગ્રાન્ડ વેડિંગનો પ્રોગ્રામ મુંબઇમાં જ થવાનો છે. ત્યારબાદ 13 જુલાઈએ આશીર્વાદ કાર્યક્રમ અને 14 જુલાઈએ તેનું ગ્રાન્ડ રિસેપ્શન હશે.
અનંત અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીનો નાનો દીકરો છે અને લગ્ન મુંબઈના એન્કોર હેલ્થકેરના CEO વિરેન મર્ચન્ટ અને શૈલા માર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે.
આ વર્ષની શરૂઆતમાં જામનગરમાં થયેલા પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં દુનિયાભરથી ઘણા સ્ટારોએ ભાગ લીધો હતો. આ અવસર પર બિઝનેસ જગતથી લઈને બૉલિવુડ અને હૉલિવુડના સ્ટારોએ ભાગ લીધો હતો, ત્યારબાદ એ એક યાદગાર સમારોહ બની ગયો. ઈવાન્કા ટ્રમ્પ. માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ, મેટાના સંસ્થાપક માર્ક જુકરબર્ગ અને તેમના પત્ની પ્રિસિલા ચેન સન્માનિત અતિથિઓ સામેલ હતા. પોપ સનસની રિહાનાએ ભારતમાં પોતાની પહેલી પ્રસ્તુતિ આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp