મુકેશ અંબાણીનું હનુમાન મોડલ આવી રહ્યું છે, AIની દુનિયામાં ભારતનો ડંકો વાગશે

PC: socialreport.in

જૂન 2023માં ઓપન AIના ફાઉન્ડર સેમ ઓલ્ટમેન ભારત આવ્યા હતા અને તેમણે મજાક કરી હતી કે, ચેટ જીપીટી જેવા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સોફ્ટવેર બનાવવાની ભારતની તાકાત નથી. હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ઓલ્ટમેનની મજાકની હવા કાઢી નાંખી છે. મુકેશ અંબાણીએ હવે AIની દુનિયાં ભારતનો ડંકો વાગે તેવું મોટું પગલું લીધું છે.

રિલાયન્સ JIO ઇન્ફોકોમે દેશની 8 એફિલીયેટ યુનિવર્સિટી સાથે મળીને AI મોડલ તૈયાર કર્યું છે, જેનું નામ ‘હનુમાન’ રાખવામાં આવ્યું છે. આના માટે ભારત જીપીટી ગ્રુપ બનાવવામાં આવ્યું છે,જે ચેટ જીપીટી જેવું AI ચેટબોટ છે.

AI હનુમાન મોડલ 11 ભાષાઓમાં વાત કરી શકે છે અને તે યૂઝરને કોડ લખવામાં મદદ કરશે. આ મોડલ 4 સેકટર પર ફોકસ કરશે. એક ગર્વનન્સ, હેલ્થકેર, એજ્યુકેશન, ફિનાન્શીયલ સર્વિસ. હનુમાન મોડલ માર્ચ 2024માં લોંચ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp