મુંબઈમાં અહીં બિરાજશે સૌથી ધનિક 'બાપ્પા', 400 કરોડનો વીમો, 69 Kg સોનાનો શણગાર

PC: timesnownews-com.translate.goog

દર વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી દેશભરમાં ગણેશ મહોત્સવની શરૂઆત થાય છે. અહીં તમને જણાવી દઈએ કે, આ વખતે ગણેશ મહોત્સવ શનિવાર 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને ગણેશ વિસર્જન 17 સપ્ટેમ્બરે કરવામાં આવશે. અહીં તમને જણાવી દઈએ કે ગણપતિ મહોત્સવ ખાસ કરીને મહારાષ્ટ્રમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મુંબઈમાં ગણપતિની દરેક મૂર્તિ ખુદ પોતાનામાં જ અદ્ભુત છે. મુંબઈના GSB સેવા મંડળ દ્વારા સ્થાપિત બાપ્પાની પ્રતિમા દર વર્ષે ઘણી ચર્ચામાં રહેતી હોય છે.

અહીં તમને જણાવી દઈએ કે, લાલબાગચા રાજા મુંબઈના રાજા છે, તેમની ખ્યાતિ આખી દુનિયામાં છે. પરંતુ, મુંબઈમાં એક અન્ય ગણપતિ પણ છે, જે પોતાની સંપત્તિ, કરોડો રૂપિયાનો વીમો અને વિશેષ પૂજા વિધિ, પંડાલ, વ્યવસ્થા અને પરંપરાઓને કારણે ચર્ચામાં રહે છે. મુંબઈના વડાલામાં કિંગ્સ સર્કલ પાસે સ્થિત GSB સેવા મંડળના આ મહાગણપતિ છે. GSB એટલે ગૌડ સારસ્વત બ્રાહ્મણ એટલે તેમનો જ પંડાલ, તેઓ પોતે જ રસોઈયા પણ અને આ પંડાલના કાર્યકર્તા પણ તેઓ જ.

અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે GSB પંડાલમાં બાપ્પાની મૂર્તિને 66 કિલો સોના અને 295 કિલો ચાંદીથી શણગારવામાં આવી હતી. આ વખતે બાપ્પાની મૂર્તિને 69 કિલો સોનાના આભૂષણો અને લગભગ 336 કિલો ચાંદીના ઘરેણાંથી શણગારવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે ગણપતિ પંડાલનો 400.8 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. આ સાથે પંડાલને સંપૂર્ણ રીતે ફાયર પ્રુફ બનાવવામાં આવી રહ્યો છે અને પ્રવેશ QR કોડ દ્વારા થશે. અહીં બાપ્પાના દર્શન 5 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે.

GSB પંડાલમાં દર્શન કરવા માટે સૌપ્રથમ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી જ તમને QR કોડ મળશે. તેને સ્કેન કર્યા પછી જ પંડાલમાં પ્રવેશ કરી શકાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પંડાલમાં દરરોજ લગભગ 16 હજાર લોકો ભોજન કરી શકશે અને દરેક ભક્તને પ્રસાદની થેલી આપવામાં આવશે. ગત વર્ષે પંડાલમાં દરરોજ 20 હજાર લોકો આવ્યા હતા. બાપ્પાનો દરબાર સવારે 7 વાગ્યે ખુલશે અને રાત્રે 11 વાગ્યા સુધી તેમના દર્શન કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp