રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થનારા ઈમામ વિરુદ્ધ ફતવો, બોલ્યા-મને નફરત...

PC: indiatoday.in

22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવ નિર્મિત રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. આ સમારોહમાં ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઇઝેશનના ચીફ ડૉ. ઈમામ ઉમેર અહમદ ઇલિયાસી પણ પહોંચ્યા હતા. તેઓ VVIP મહેમાનોમાં સામેલ હતા. હવે તેમની વિરુદ્ધ ફતવો જાહેર કરવામાં આવ્યો છે. તેને લઈને તેમણે જવાબ પણ આપ્યો છે. પોતાની વિરુદ્ધ જાહેર થયેલા ફતવાને લઈને ઉમેદર અહમદે કહ્યું કે, મુખ્ય ઇમામના રૂપમાં મને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી નિમંત્રણ મળ્યું હતું.

બે દિવસ સુધી વિચાર કર્યા બાદ અયોધ્યા જવાનો નિર્ણય લીધો હતો. ફતવો કાલે જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ મને 22 જાન્યુઆરીની સાંજથી ધમકી ભરેલા કોલ આવી રહ્યા છે. મેં કેટલાક કોલ રેકોર્ડ પણ કર્યા છે, જેમાં કોલ કરનારાઓએ મને જીવથી મારવાની ધમકીઓ આપી છે. જે લોકો મને અને દેશને પ્રેમ કરે છે તેઓ મને સમર્થન કરશે. જે લોકો સમારોહમાં સામેલ થવાના કારણે મને નફરત કરે છે તેઓ પાકિસ્તાન જતા રહે. મેં પ્રેમનો સંદેશ આપ્યો છે. કોઈ ગુનો કર્યો નથી. હું માફી નહીં માગું. ધમકી આપનારા ભલે જે કરે તે.

ફતવામાં કહેવામાં આવ્યું છે કે રામ મંદિર જવા અગાઉ અને પોતાનું નિવેદન આપવા અગાઉ શું એ ખ્યાલ ન આવ્યો કે તમે મૌલાના જમીલ ઇલિયાસીના પુત્ર અને મેવાતના પ્રસિદ્ધ ઉપદેશક પરિવારથી છો? અરે નાદાન, તમે ક્યારથી ઈમામોના સરદાર બની ગયા? હિન્દુઓની નજરમાં સારું બનવાનું હતું. હિન્દુઓને ખુશ કરવા માટે કરવામાં આવ્યું હતું. કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી સાચો મુસ્લિમ નહીં બની શકે, જ્યાં સુધી તેની અંદર પૂરી માણસાઈ ન હોય. પછી એ કહેવું કે સૌથી મોટો ધર્મ માનવતા છે, તેની મંજૂરી ક્યાં સુધી આપી શકાય છે?

સન્માન હાંસલ કરવા માટે મંદિર ઉદ્વઘાટનમાં કેમ સામેલ થયા? એટલું જ નહીં આ ફતવામાં ઈમામ વિરુદ્ધ વ્યક્તિગત ઘણી ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે. સાથે જ તેમના ઈમામ થવા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ અગાઉ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પહોંચેલા ડૉ. ઈમામ ઉમેર અહમદ ઇલિયાસીએ કહ્યું હતું કે આ બદલાતા ભારતની તસવીર છે. આજનું ભારત નવીન અને ઉત્તમ છે. હું અહી પૈગામ-એ-મોહબ્બત લઈને આવ્યો છું. ઈબાદત અને પૂજાની પદ્વતિ અલગ હોય શકે છે. આપણી આસ્થાઓ જરૂર અલગ હોય શકે છે, પરંતુ આપણો સૌથી મોટો ધર્મ માણસ અને માણસાઈનો છે. આવો આપણે બધા મળીને માણસાઈને યથાવત રાખીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp