મુસ્લિમ પુરુષ, પત્ની હોય ત્યાં સુધી લિવ-ઇનમાં રહેવાનો દાવો કરી શકે નહીં:હાઈકોર્ટ

PC: hindi.livelaw.in

અલ્હાબાદ હાઈકોર્ટનું કહેવું છે કે, ઈસ્લામને અનુસરનાર કોઈ પણ પરિણીત વ્યક્તિ લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનો હકનો દાવો કરી શકે નહીં. તે પણ એવી પરિસ્થિતિમાં જ્યારે તેમના જીવનસાથી એટલે કે તેની પત્ની જીવિત હોય. ઇસ્લામમાં આવા સંબંધોની મંજૂરી નથી.

હાઈકોર્ટની લખનઉ બેન્ચે કહ્યું કે, લગ્ન દરમિયાન લિવ-ઈન રિલેશનશિપની ઈસ્લામમાં મંજૂરી નથી. જો સ્ત્રી અને પુરુષ અપરિણીત અને પુખ્ત વયના હોય, તો અલબત્ત પરિસ્થિતિ અલગ હોઈ શકે છે અને તેઓ પોતાની રીતે જીવન જીવી શકે છે.

જસ્ટિસ AR મસૂદી અને જસ્ટિસ AK શ્રીવાસ્તવની બેન્ચે ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના રહેવાસી સ્નેહા દેવી અને મોહમ્મદ શાદાબ ખાનની રિટ પિટિશનની સુનાવણી દરમિયાન આ વાત કહી હતી.

અરજદારોનો દાવો છે કે, તે બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે, પરંતુ મહિલાના પરિવારે ખાન વિરુદ્ધ FIR દાખલ કરી આરોપ લગાવ્યો છે કે, તેણે તેમની દીકરીનું અપહરણ કરીને તેની સાથે લગ્ન કર્યા છે. આના પર અરજદારોએ પોલીસ સુરક્ષાની માંગ કરી અને કહ્યું કે, બંને પુખ્ત વયના છે અને લિવ-ઈન રિલેશનશિપમાં રહી શકે છે.

પરંતુ આ દરમિયાન બેંચને ખબર પડી કે, શાદાબ ખાન પહેલાથી જ પરિણીત છે. તેણે 2020માં ફરીદા ખાતૂન નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા અને બંનેને એક બાળક પણ છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમની પોલીસ પ્રોટેક્શનની માંગને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે ઇસ્લામમાં આવા સંબંધોની મંજૂરી આપવામાં આવી નથી.

હાઈકોર્ટનું કહેવું છે કે, વૈવાહિક સંસ્થાઓના મામલામાં બંધારણીય નૈતિકતા અને સામાજિક નૈતિકતામાં સંતુલન રાખવાની જરૂર છે. જો આમ નહીં થાય તો સમાજમાં શાંતિ અને ભાઈચારો જળવાશે નહીં. એમ કહીને બેંચે મહિલા (સ્નેહા દેવી)ને તેના પરિવાર પાસે મોકલી આપવાનો નિર્દેશ આપ્યો છે.

ખંડપીઠે કહ્યું કે, જ્યારે નાગરિકના વૈવાહિક દરજ્જાને વ્યક્તિગત કાયદા અને બંધારણીય અધિકારો બંને હેઠળ અર્થઘટન કરવામાં આવે છે, ત્યારે ધાર્મિક રિવાજોને પણ સમાન મહત્વ આપવું જોઈએ.

બેન્ચે કહ્યું કે, એકવાર રિવાજો અને પ્રથાઓને આપણા બંધારણમાં માન્ય કાયદા તરીકે માન્યતા આપવામાં આવે છે, પછી આવા કાયદા યોગ્ય કેસોમાં પણ લાગુ પડે છે. ઇસ્લામમાં માનનારી કોઇપણ વ્યક્તિ લિવ-ઇન રિલેશનશિપના અધિકારનો દાવો કરી શકે નહીં, ખાસ કરીને ત્યારે કે જ્યારે તેની પત્ની જીવિત હોય તો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp