રામને પોતાના નબી માને છે આ મુસ્લિમ, પગપાળા નીકળ્યા અયોધ્યા, પ્રભુ શ્રીરામને...

PC: indiatoday.in

22 જાન્યુઆરીએ ભારત જ નહીં, પરંતુ દુનિયામાં રહેલા રામભક્ત રામમય થઈ ગયા હતા. આખા દેશમાં જય શ્રીરામના નારા ગુંજી ઉઠ્યા હતા. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રીરામ ગર્ભગૃહમાં બિરાજમાન થયા. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ હતા. 22 જાન્યુઆરી બાદ ભક્તો માટે મંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે. તેમાં મોટી સંખ્યામાં રામભક્તો આવીને દર્શન કરી રહ્યા છે. એવામાં મુસ્લિમ ભક્તો પણ પોતાની આસ્થા સાથે ત્યાં દર્શન કરવા જઇ રહ્યા છે.

મુસ્લિમ રામ ભક્તોનું એક ગ્રુપ 30 જાન્યુઆરી એટલે કે આજે રામ નગરી પહોંચીને રામલલાનું દર્શન કરશે અને તેમના આશીર્વાદ લેશે. લગભગ 5 ડઝન રામ ભક્તોનું આ ગ્રુપ પગપાળા યાત્રા કરતા અયોધ્યા પહોંચી રહ્યા છે. આ બધા રામ ભક્તોના પગમાં છાલા પડી ગયા છે હતા. તેઓ જય શ્રીરામ, જય શ્રીરામ'ના નારા લગાવતા આગળ વધી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ બધા મુસ્લિમ રામ ભક્ત છે અને પોતાને સનાતની મુસ્લિમ બતાવે છે. લખનૌથી અયોધ્યા માટે નીકળેલા આ મુસ્લિમ રામ ભક્ત ગંગા જમુની તહબીજનું ઉદાહરણ રજૂ કરી રહ્યા છે.

મુસ્લિમ રામ ભક્ત એક દિવસમાં 25 કિલોમીટરની યાત્રા કરે છે. આ મુસ્લિમ રામ ભક્ત યાત્રા દરમિયાન સીતા રસોઈ ચલાવી રહ્યા છે અને પોતાની સાથે સાથે ગરીબોને ભોજન કરાવે છે. મુસ્લિમ સમાજના લોકો ભગવાન શ્રીરામને પોતાના પૂર્વજ માને છે. તેમણે ભગવાન રામને પોતાના નબી બતાવ્યા છે. ભગવાન રામલલાના મંદિર નિર્માણને જોવા માટે પદયાત્રા કરતા અયોધ્યા જઇ રહેલા મુસ્લિમ સમાજના યુવાન પણ છે, બાળકો પણ છે અને વૃદ્ધ પણ છે. તેઓ ભગવાન રામલલાને પોતાના આદર્શ માનતા રામલલાને પોતાના પૂર્વજ પણ માને છે.

મુસ્લિમ સમાજના લોકોએ આગળ કહ્યું કે, રામલલા અમારા નબી છે અને અમે પોતાના નબીના દર્શન કરીને તેમની પાસેથી દેશમાં અમન અને ચેનની દુવા માગીશું. અમે ભગવા શ્રીરામને પોતાના નબી માનીએ છીએ અને અમે પોતાના નબીની ઇજારત કરવા જઇ રહ્યા છીએ. અમે ભગવાનને એ પ્રાર્થન કરીશું કે મુસ્લિમ સમાજના લોકો વિદેશી ભાષા, વિદેશી સંસ્કૃતિ અને વિદેશી સભ્યતાથી મુક્ત હોય. અમે 25 ફેબ્રુઆરીએ લખનૌથી નીકળ્યા છીએ અને 30 જાન્યુઆરીએ અમે રામલલાના આશીર્વાદ રામલાલના ભવ્ય મંદિરમાં લઈશું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp