કાશી વિશ્વનાથના દર્શન બાદ મુસ્લિમ મંચના લોકો કહે- રામ, કૃષ્ણ અને શિવ...
વારાણસીમાં 12 જ્યોતિર્લિંગોમાંથી એક કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપીના વ્યાસજીના તહખાનામાં ગુરુવારે સેકડોની સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુસ્લિમ રાષ્ટ્રીય મંચ તરફથી મુસ્લિમ સમુદાયના લોકોએ દર્શન અને પૂજા કરી. મુસ્લિમ સમુદાયના લોકો ઓમ નમઃ શિવાયના ઉદ્વોષ કરતા પણ નજરે પડ્યા. માથા પર ટોપી સાથે માથા પર તિલક પણ જોવા મળ્યા. દર્શન કરીને પરત નીકળેલા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના લોકોએ જણાવ્યું કે, તેઓ સનાતની મુસ્લિમ છે અને પોતાના નબીના દર્શન કરવા આવ્યા હતા.
સમૂહની આગેવાની મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સેવા પ્રમુખ ઠાકુર રાજા રાઈસ કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, 350 સનાતની મુસ્લિમ સત્યમ, શિવમ, સુંદરમના સંદેશ સાથે કાશી વિશ્વનાથ મંદિરમાં પોતાના બાબા, પોતાના પૂર્વજના દર્શન માટે આવ્યા છે. કુરાન શરીફમાં કહેવામાં આવ્યું છે કે 1 લાખ 24 હજાર નબી આ દુનિયામાં આવ્યા છે. એ નબીઓમાં રામ પણ છે, શિવ પણ છે અને કૃષ્ણ પણ છે. લઘુમતી સમાજના લોકો અમારા ભાઈ છે. આપણા બાપ-દાદા એક હતા. આજે પણ આપણા લોકોનું DNA એક છે.
ક્યાંક ને ક્યાંક કટ્ટરપંથી મૌલાના નિવેદન આપે છે. તેઓ એક અબજ 15 કરોડ લોકોને પડકાર આપે છે. એટલે ભારતીય સનાતની મુસ્લિમ, પોતાના બાબા પોતાના પૂર્વજના દર્શન કરવા, ભગવાન શ્રીરામને ત્યાં પણ 30 તારીખે ગયા હતા અને આજે કાશી વિશ્વનાથ મંદિર પણ આવ્યા છે. અમે આ સંદેશ આખા ભારતમાં આપવા માગીએ છીએ કે વિદેશી સંસ્કૃતિ અને વિદેશી ભાષાની ગુલામીથી નીકળીને સંસ્કૃતિ અને સુકૂનની ઠંડી હવા મળતી હતી અને એ જ સામાજિક સમરસતા હતી.
આ જ સંદેશ સનાતની મુસ્લિમ આપવા માગે છે. 3 જગ્યા માગવામાં આવી હતી. અયોધ્યા, મથુરા અને કાશી, પરંતુ કોઈએ પણ ન આપી. તેમણે જણાવ્યું કે, કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરીને ગંગોત્રીના ગંગા જળથી જળાભિષેક પણ કર્યો છે. વ્યાસ તહખાનાના પણ દર્શન કર્યા. અમે લોકો કટ્ટરપંથી મુસ્લિમોને સંદેશ આપવા માગીએ છીએ કે આલમગીરનો ફતવો પણ છે કે વિવાદિત જગ્યા પર નમાજ નહીં થઈ શકે. તો બીજી તરફ જ્ઞાનવાપી કેસના મુસ્લિમ પક્ષકાર મુખ્તાર અન્સારીએ જણાવ્યું કે, તેમના ધર્મમાં મૂર્તિ પૂજા પર રોક છે એટલે મૂર્તિ પૂજા માટે આવનારા મુસ્લિમ પોતે મુસ્લિમ નથી એટલે તેઓ જે ઈચ્છે કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp