મુસ્લિમ શિવ ભક્તએ કાવડ યાત્રામાં 45km ચાલીને શિવલિંગ પર ચઢાવ્યું ગંગાજળ

PC: news18.com

શ્રાવણ માસમાં કાવડ લઇને જવાનું વિશેષ મહત્ત્વ છે. આંતરિયાળ વિસ્તારથી ભક્ત કાવડ લઇને નીકળે છે. આ અનુસંધાને પહેલી વખત અલીગઢના જોહારાબાગનો રહેવાસી આસ મોહમ્મદ પણ રવિવારે રામ ઘાટ, બુલંદશહર કાવડ લઇને પહોંચ્યો હતો. જ્યાંથી ગંગાજળ લઇને ખરેશ્વર મહાદેવ મંદિરમાં જળાભિષેક કર્યો. ભગવાન શિવના એક મુસ્લિમ ભક્ત આસ મોહમ્મદ ખાને પવિત્ર ગંગા જળ લઇને 45 કિમી પગપાળા ચાલીને શિવલિંગ પર ચઢાવ્યુ. તેણે કહ્યું કે, તેઓ છેલ્લા 20 વર્ષથી ભગવાન શિવની પૂજા કરી રહ્યો છે.

દોદપુર જોહરાબાગનો રહેવાસી આસ મોહમ્મદ ખાને જણાવ્યું કે, તે પહેલી વખત કાવડ લેવા આવ્યો છે. તેના તમામ મિત્ર છે જે દર વર્ષે કાવડ લઇને આવે છે. તેમનાથી પ્રભાવિત થઇને આ વખત નેક કામ કરવાનો નિર્ણય લીધો. તેણે કહ્યું કે, કોઇ પણ ધર્મમાં નફરત માટે કોઇ જગ્યા નથી. દરેક ધર્મમાં નેક કામ, પ્રેમ, સૌહાર્દનો જ ઉલ્લેખ આવે છે. માણસોએ ધર્મ ન વહેચવો જોઇએ. એ તેમનો વ્યક્તિગત નિર્ણય છે, તેનાથી કોઇને આપત્તિ ન હોવી જોઇએ. આસ મોહમ્મદે જણાવ્યું કે, તે કુંડાના ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફ રાજા ભૈયાનો સમર્થક છે. તેનું કહેવું છે કે રઘુરાજ પ્રતાપ સિંહ (રાજા ભૈયા)ને ઉત્તર પ્રદેશમાં મહારાજ નામથી ઓળખવામાં આવે છે. તેઓ ગરીબોમાં સાચા હમદર્દ છે.

તેણે કહ્યું કે, તે કાવડ એટલે લઇને આવ્યો છે કે રાજા ભૈયાની પાર્ટીનો ઉત્તર પ્રદેશમાં મજબૂત હાથ હોય અને વર્ષ 2027માં તેમની પાર્ટી જનતા દળ લોકતાંત્રિક મોટી જીત હાંસલ કરે. તેણે વધુમાં કહ્યું કે, ધારાસભ્ય રાજા ભૈયાને આખું ઉત્તર પ્રદેશ મહારાજના નામથી જાણે છે. તે 45 કિમીની પગપાળા કાવડ યાત્રા એટલે લઇને આવ્યો છું કે જાણતા દળ લોકતાંત્રિક પાર્ટી 2027ની ચૂંટણીમાં બધા જિલ્લાઓમાં પોતાના ધારાસભ્ય ઉમેદવાર ઉતારે અને આશા છે કે પાર્ટીના બધા ઉમેદવાર જીત પણ હાંસલ કરશે. તેની સાથે જ રાજ્ય ભૈયાની પાર્ટી મજબૂત કરશે.

આસ મોહમ્મદે કહ્યું કે, રસ્તામાં પરેશાનીની વાત એ છે કે 45 કિમી એક સાથે ક્યારેય પગપાળા ગયો નથી અને અચાનક ગયો તો તેના પગમાં છાલા પડી ગયા. તેના શરીરમાં તેજ દુઃખાવો છે. તે માત્ર રાજા ભૈયાની પાર્ટી માટે રામ ઘાટથી કાવડ લઇને અલીગઢ પહોંચ્યો છે. તે અલીગઢમાં ખેરેશ્વર મંદિરમાં કર્યો. તો પૂર્વ મેયર શકુંતલા ભારતીએ જણાવ્યું કે, ખૂબ ખુશીની વાત છે કે અલીગઢના મુસ્લિમ ભાઇ આસ મોહમ્મદે કાવડ લઇને જળાભિષેક કર્યો. અમારા દ્વારા તેનું સ્વાગત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp