પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મુસ્લિમ મહિલાએ બાળકને આપ્યો જન્મ, પરિવારે રાખ્યું આ નામ
ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં ઘણી પ્રેગ્નેન્ટ મહિલાઓએ 22 જાન્યુઆરીએ એટલે કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ડિલિવરીની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ દરમિયાન જિલ્લાની મેડિકલ કોલેજમાં મુસ્લિમ મહિલા ફરજાનાએ દિકરાને જન્મ આપ્યો. તને લઈને નવજાતની દાદી હુસ્ન બનોએ કહ્યું આજે અયોધ્યામાં રામજી બિરાજમાન થઈ રહ્યા છે એટલે અમે પોતાના બાળકનું નામ રામ રહીમ રાખ્યું છે.
હુસ્ન બાનોએ જણાવ્યું કે, 22 જાન્યુઆરીનો દિવસ ખૂબ સારો છે. રામનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. મારી વહુએ પણ દીકરાને જન્મ આપ્યો છે. આજના દિવસને જોતા અમે દીકરાનું નામ રામ રહીમ રાખ્યું છે. બાળક અને માતા બંને સ્વસ્થ છે. ફરોઝાબાદ મેડિકલ કોલેજમાં 22 જાન્યુઆરીએ અત્યાર સુધી 12 બાળકોએ જન્મ લીધો છે. મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડૉ. નવીન જૈને જણાવ્યું કે, આજના દિવસે જન્મેલા બધા બાળકોને મેડિકલ કૉલેજ તરફથી નવા વસ્ત્ર ઉપહાર સ્વરૂપે આપવાં આવશે. 11 થી વધુ ખાનગી નર્સિંગ હોમમાં ઘણા બાળકોએ આજના દિવસે જન્મ લીધો છે.
આ અગાઉ ઉત્તર પ્રદેશની સંભલ સ્થિત સરકારી હોસ્પિટલમાં એક નવજાતનો જન્મ થયો તો તેના પરિવારજનોએ દીકરાનું નામ 'રામ' રાખ્યું. એટલું જ નહીં પિતાએ નવજાતના ગળામાં રામનામની પટ્ટી પણ નાખી દીધી અને તેના કાનોમાં રામ નામનો મંત્ર પણ ફૂંક્યો. 22 જાન્યુઆરીના રોજ દીકરાના જન્મ પર પરિવારમાં ખુશીઓની લહેર દોડી ગઈ છે. ઉલ્લેખનીય છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાવાળા દિવસને સૌથી શુભ મુહૂર્ત માનીને પ્રેગ્નેન્ટ મહિલાઓ 22 જાન્યુઆરીના રોજ ડિલિવરી કરાવવા માગતી હતી.
સંભલની એક ખાનગી હૉસ્પિટલમાં તેના માટે વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવી હતી. હોસ્પિટલનો માહોલ રામમય કરી દેવામાં આવ્યો હતો. ડિલિવરી રૂમ અને લેબર રૂમમાં ફૂલોની સજાવટ કરાવવા સાથે રામ દરબાર પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 500 વર્ષના લાંબા ઇંતજાર બાદ અયોધ્યામાં રાજે રામલલા પધારી રહ્યા છે. આ જ કારણ છે કે આખા દેશમાં દિવાળી જેવો માહોલ છે. દરેક રામમય થઈ ચૂક્યું છે. દેશ-વિદેશમાં પ્રભુ શ્રીરામની ભક્તિમાં લોકો રંગાયા છે. રામની જન્મભૂમિ અયોધ્યા નગરીને હજારો ક્વિન્ટલ ફૂલોથી દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. ચારેય તરફ ઉત્સવ જેવો માહોલ છે અને રામની નગરીમાં બોલિવુડ સ્ટરોનો પણ જમાવડો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp