મુસ્લિમ મહિલાઓએ છૂટાછેડા માટે કોર્ટમાં ન જવું જોઈએ, હાઈકોર્ટે કેમ કહ્યું આવું?

PC: dnaindia.com

કેરળ હાઈકોર્ટે તાજેતરના નિર્ણયમાં કહ્યું છે કે, જે મુસ્લિમ મહિલાઓ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની છૂટાછેડા પ્રણાલી હેઠળ અલગ થઈ ગઈ છે, તેઓએ તેમના છૂટાછેડાની નોંધણી કરાવવા માટે કોર્ટમાં જવું જોઈએ નહીં. જસ્ટિસ P.V. કુન્હીક્રિષ્નનની ડિવિઝન બેન્ચે પોતાના આદેશમાં કહ્યું છે કે, જન્મ, મૃત્યુ અને લગ્નના રજિસ્ટ્રારને મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ છૂટાછેડાની નોંધણી માટે કોર્ટના આદેશ પર આગ્રહ રાખવાની જરૂર નથી.

મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, જસ્ટિસ કુન્હિક્રિષ્નને કહ્યું કે, જો પર્સનલ લો મુજબ છૂટાછેડા માન્ય હોય તો, મુસ્લિમ મહિલાઓને છૂટાછેડાની નોંધણી કરાવવા માટે કોર્ટમાં મોકલવાની જરૂર નથી અને સંબંધિત રજિસ્ટ્રાર પોતે જ છૂટાછેડાની નોંધણી કરાવી શકે છે.

કેરળ મેરેજ રજીસ્ટ્રેશન (સામાન્ય) નિયમો, 2008માં અંતર જોવામાં આવી રહ્યું હોવાનું કોર્ટે અવલોકન કર્યા પછી હાઈકોર્ટનો આ નિર્ણય આવ્યો છે. તફાવત એ હતો કે, પર્સનલ લો હેઠળ મેળવેલા છૂટાછેડાની નોંધણી માટે કોઈ જોગવાઈ નથી.

હાઈકોર્ટે કહ્યું કે, આનાથી છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓને જ નુકસાન થશે, જ્યારે છૂટાછેડા લીધેલા મુસ્લિમ પુરુષોને કોઈ નુકસાન નહીં થાય, કારણ કે જો મુસ્લિમ પતિ તેના પર્સનલ લૉ મુજબ છૂટાછેડા આપે છે, તો તે 2008ના નિયમો હેઠળ રજિસ્ટરમાં લગ્નની એન્ટ્રી દૂર કર્યા વિના ફરીથી લગ્ન કરી શકે છે, કારણ કે તેનો અંગત કાયદો તેને ચોક્કસ સંજોગોમાં એક કરતાં વધુ લગ્ન કરવાની મંજૂરી આપે છે. કોર્ટે કહ્યું કે, અહીં મહિલાઓ સાથે ભેદભાવ એ છે કે, છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા ત્યાં સુધી ફરીથી લગ્ન કરી શકતી નથી, જ્યાં સુધી તે સક્ષમ કોર્ટનો સંપર્ક ન કરે અને 2008ના નિયમો અનુસાર લગ્નની એન્ટ્રી હટાવી ન લે.

કોર્ટે પૂછ્યું, 'જો કાયદાનું પાલન કરનાર મુસ્લિમ દંપતી નિયમો 2008 મુજબ તેમના લગ્નની નોંધણી કરાવે છે અને પતિ પછીથી તલાક કહે છે, તો શું તે એકલા મુસ્લિમ મહિલા પર નિયમો 2008 મુજબ નોંધણી કરાવવાનો બોજ નહીં બને?' બેન્ચે કહ્યું કે છૂટાછેડાની નોંધણી કરવાની સત્તા લગ્નને રેકોર્ડ કરવાની શક્તિને મદદ કરવા માટે છે. તેથી, રજિસ્ટ્રારોએ વ્યક્તિગત કાયદા હેઠળ મેળવેલા છૂટાછેડાને રેકોર્ડ કરવા માટે કોર્ટના આદેશોની રાહ જોવાની જરૂર નથી.

કોર્ટે ટિપ્પણી કરી હતી કે, વિધાનસભાએ 2008ના નિયમોની ખામીઓને સુધારવી જોઈએ. કોર્ટે આ નિર્ણય એક મહિલાની અરજી પર આપ્યો છે, જે 2008ના નિયમો અનુસાર છૂટાછેડાની નોંધણી કરાવવામાં અસુવિધાનો સામનો કરી રહી હતી. મહિલાએ આ કેસમાં હાઈકોર્ટને છૂટાછેડાનો આદેશ આપવા જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp