મુસ્લિમ યુવકે ગણેશજીને મોકલ્યું લગ્નનું પહેલું નિમંત્રણ, વાયરલ થઈ રહ્યું છે કાર્

PC: livehindustan.com

બહરાઇચમાં સફીપુર ગામના રહેવાસી એક મુસ્લિમ સમાજના પરિવારે પોતાના દીકરાના લગ્ન માટે હિન્દુ રીતિ રિવાજ હેઠળ કાર્ડ છપાવ્યો છે. જેમાં પ્રથમ નિમંત્રણ વિધ્નહર્તા દેવ ભગવાન ગણેશને મોકલ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો નિમંત્રણ કાર્ડ ચર્ચાનો વિષય બન્યો છે. લગ્નના કાર્ડમાં વર-વધુ અને સંબંધીઓના નામ તો મુસ્લિમ છે, પરંતુ લગ્નનો કાર્ડ પૂરા હિન્દુ રીતિ રિવાજ મુજબ છાપવામાં આવ્યો છે. જેના પર લગ્નની તારીખ 29 ફેબ્રુઆરી અને સરનામું કેસરગંજના ગામનું છે.

આ વાયરલ લગ્નના કાર્ડની જ્યારે તપાસ કરવા માટે કાર્ડ પર છપાયેલા નામના વરરાજાના પિતા અને સફીપુર ગામના રહેવાસી અજહુલ કમર સાથે સંપર્ક કરીને તેને વાયરલ થઈ રહેલા લગ્નના કાર્ડ બાબતે જાણવાનો પ્રયાસ કર્યો તો તેણે જણાવ્યું કે, મારા દીકરાના સમીર અહમદના લગ્ન 29 ફેબ્રુઆરીએ જરવલ રોડની રહેવાસી જુમેરાતીની દીકરી સાનિયા ખાતૂન સાથે થવાના છે અને તેણે પોતાના હિન્દુ ભાઈઓને નિમંત્રણ આપવા માટે હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્નનો કાર્ડ છપાવ્યો છે.

સફીપુર ગામ અને ઘણી જગ્યાએ હિન્દુ ભાઈઓને નિમંત્રણ આપવાનું હતું, તો અમે વિચાર્યું કે કેમ નહીં તેમના માટે હિન્દુ રીતિ મુજબ કાર્ડ છપાવવામાં આવે, અમે પરિવાર, સબંધીઓ અને મુસ્લિમો માટે ઉર્દુમાં પણ કાર્ડ છપાવ્યા છે, જેને હિન્દુ ભાઈ વાંચી નહીં શકે. જેમાં અમે પોતાના હિન્દુ ભાઇઓના પુત્રોને લગ્નનું નિમંત્રણ આપવા માટે એવો કાર્ડ છપાવ્યો છે. કહ્યું કે, હિન્દુઓ માટે પ્રીતિ ભોજનનો કાર્યક્રમ એક દિવસ અગાઉ જ રાખ્યો છે. મુસ્લિમ લગ્નને હિન્દુ રીતિ મુજબ છાપવામાં આવેલા આ કાર્ડે સમાજમાં હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ રજૂ કર્યું છે, જે ભાઇચારાને વધુ મજબૂત કરવા માટે અસરકારક સાબિત થઈ શકે છે. વાયરલ થઈ રહેલો લગ્નનો આ કાર્ડ હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ ઘર ઘર પહોંચાડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp