બાબરના વંશજે કહ્યું-'રામ મંદિર નિર્માણ માટે મુસ્લિમો આપે સહયોગ'

PC: facebook.com/Princeofmoghals

અયોધ્યા વિવાદીત ભૂમિ પર સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ દેશના દરેક ક્ષેત્રમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. પોતાને રાજવી બહાદુર શાહ જફરના વંશજ કહેનારા પ્રિન્સ યાકુબ હબીબુદ્દિન ટુસીએ કોર્ટના આ ચૂકાદાને પ્રેમથી આવકાર્યો છે. તેમણે જણાવ્યું કે, મુસ્લિમ સમુદાયે આગળ વધીને રામ મંદિર નિર્માણમાં સાથ સહકાર આપવો જોઈએ. આ પહેલા પણ યાકુબે રામ મંદિર માટે સોનાની ઈંટ આપવાનો વાયદો કર્યો હતો. તેઓ હજું પણ આ વચન પર કાયમ છે. યાકુબે ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટે આપેલો ચૂકાદો ઐતિહાસિક છે. સમગ્ર દેશની ખુશી સાથે તેને સ્વીકારવો જોઈએ.

હવે હિંદુ અને મસ્લિમોએ સાથે મળીને આ ચૂકાદાને સ્વીકારીને મંદિર નિર્માણના કાર્યમાં સહયોગ આપવો જોઈએ. જેનાથી દેશમાં ધર્મનિરપેક્ષતાનો પાયો મજબુત થશે. પોતાને અંતિમ મુગલ બાદશાહ બહાદુર શાહ જફરના વંશજ કહેનાર પ્રિન્સ યાકુબે રામ મંદિરમાં સોનાની ઈંટ આપવાનો વાયદો કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, મંદિર નિર્માણનું કામ શરુ થતા આ ઈંટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપવામાં આવશે. જ્યારે મંદિર નિર્માણનો શિલાન્યાસ થશે ત્યારે હું મારા હાથે પીએમ મોદીને આ ઈંટ આપીશ. રામ મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં એક ટ્રસ્ટ બનાવવાનો આદેશ કર્યો છે.

જ્યારે મસ્જીદ નિર્માણ માટે પાંચ એકર જમીન આપવાનો પણ હુકમ કર્યો છે. રામ મંદિર નિર્માણ માટે તૈયાર થતા ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પણ યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવશે. વંશજે તમામ મુસ્લિમોને અપીલ કરી છે કે, રામ મંદિર નિર્માણ માટે સૌ મુસ્લિમો આગળ આવે. મંદિર નિર્માણમાં મદદ કરે. અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય મને સ્વીકાર્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp