મીલોર્ડ હું બીમાર છું, ફીસ આપવામાં લાચાર, CJIએ દેખાડી દરિયાદિલી, કરી આ વ્યવસ્થા
દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડ મોટા ભાગે પોતાની દરિયાદિલી અને નીડર અંદાજ માટે ચર્ચામાં રહે છે. આ વખત ફરી તેઓ દરિયાદિલી અને તાત્કાલિક એક્શન લેવાના કારણે ચર્ચામાં છે. થયું જાણે એમ કે સોમવારે જ્યારે તેઓ 3 જજોની પીઠની અધ્યક્ષતા કરી રહ્યા હતા, ત્યારે તેમની કોર્ટમાં એક એવી વ્યક્તિનો પ્રવેશ થયો, જે શ્વાસ લેવામાં ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહી હતી. તેણે પોતાની અરજી બાબતે ચીફ જસ્ટિસને કહ્યું કે, તો CJIએ એ વ્યક્તિને કહ્યું કે તમારી અરજી દાખલ કરવામાં મોડું થઇ રહ્યું છે.
તેના પર વ્યક્તિએ CJIને વિનંતી કરતા કહ્યું કે, મને ગંભીર બીમારી છે. હું વકીલની ફીસ આપી શકતો નથી. હું સમજી શકતો નથી કે હું કેવી રીતે અને શું વ્યવસ્થા કરું? તેના પર મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડે તાત્કાલિક કાર્યવાહી કરી અને કોર્ટ રૂમમાં જ વરિષ્ઠ વકીલ શોએબ આલમ તરફથી બોલતા કહ્યું કે, આ વ્યક્તિગત રૂપે રજૂ થઇ રહ્યા છે. તમે તેની મદદ કરો. ત્યારબાદ CJIએ જ શોએબ આલમને કેસ સાથે જોડાયેલી જાણકારી આપી અને એ બીમાર વ્યક્તિને કહ્યું કે, આ મોટા વકીલ સાહેબ છે. તેઓ તમારી પાસે કોઇ ફી નહીં લે.
તેમણે વધુમાં કહ્યું કે, તેઓ એમિક્સ ક્યૂરી તરીકે રજૂ થશે અને તમારા કેસને જોશે. તેની સાથે જ જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડે કહ્યું કે, કેસમાં એડવોકેટ ઉજ્જવલ સિંહ એડવોકેટ ઑન રેકોર્ડ હશે. જે સમયે મુખ્ય ન્યાયાધીશ એમ કહી રહ્યા હતા એ સમયે તેમના સાથી જજ બેન્ચ પર જ બેઠા હતા અને કોર્ટ રૂમ પણ ભરાયેલો હતો.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજીમાં માગ કરવામાં આવી કે ચૂંટણી પંચને નિર્દેશ આપવામાં આવે કે તે શરીરના અંગનો ઉપયોગ ચૂંટણી ચિહ્ન પર રોક લગાવે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડે તેને એમ કહેતા નકારી દીધી કે આ કયા પ્રકારની અરજી છે. CJIએ હસતા કહ્યું કે, એ માત્ર હાથના નિશાનને રોકવાની નિયતથી દાખલ કરવામાં આવી છે. તેમને અરજી તરત ફગાવી દીધી. એ જ દિવસે આ ઘટના સામે આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp