70 થાંભલા પર ટકેલું મંદિર, પણ એકેય થાંભલો જમીનને નથી અડતો!

PC: googleusercontent.com

આજે આપણે દક્ષિણ ભારતના એક એવા મંદિરની વાત કરીશું, જે મંદિરની છત 70 પિલર્સ (થાંભલાઓ) પર ટકેલી છે. પરંતુ આશ્ચર્યજની વાત એ છે કે તેનો એક પણ પિલર જમીન પર નથી અડતો. આ વાત પર તમને કદાચ વિશ્વાસ નહીં થતો હશે. પરંતુ, તે હકીકત છે. દક્ષિણ ભારતના પ્રમુખ મંદિરોમાં લેપાક્ષી મંદિર પોતાના વૈભવશાળી ઇતિહાસ માટે પ્રસિદ્ધ છે. તે દક્ષિણ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલું છે. આ મંદિર હેન્ગિંગ પિલર ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે.

આ મંદિર કુલ 70 થાંભલાઓ પર ઊભેલું છે, જેમાંથી એક પણ થાંભલો જમીનને અડતો નથી. બધાં જ થાંભલા અદ્ધર લટકે છે. વર્ષો પહેલાં એક થાંભલો જમીનને અડતો હતો, પણ એક બ્રિટિશ એન્જિનિયરે તેનું રહસ્ય જાણવાનો પ્રયત્ન કર્યો અને તેમાં એ એકમાત્ર થાંભલાનો સંપર્ક પણ જમીનથી છૂટી ગયો. માનવામાં આવે છે કે અહીં લટકતાં થાંભલાની નીચેથી એક કાપડ પસાર કરવાથી પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ મંદિરનો સંબંધ રામાયણ કાળ સાથે જોડાયેલા છે. આ મંદિર વીરભદ્રને સમર્પિત છે. વીરભદ્ર દક્ષ યજ્ઞ પછી અસ્તિત્વમાં આવેલ ભગવાન શિવનું એક ક્રૂર રૂપ છે. આ સિવાય શિવનો અર્ધનારીશ્વર, કંકાલમૂર્તિ, દક્ષિણમૂર્તિ અને ત્રિપુરારેશ્વર રૂપ પણ અહીં દર્શનીય છે.

અહીં દેવીને ભદ્રકાલી કહેવાય છે. આ મંદિર 16મી સદીમાં બનાવાયું હતું અને આ સંપૂર્ણપણે એક જ પત્થરની સંરચના છે. મંદિર વિજયનગરી શૈલીમાં બનાવાયું છે. આ મંદિરમાં એક પત્થર પર પદચિહ્ન પણ છે અને એવી માન્યતા છે કે તે માતા સીતાના પગના નિશાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp