ISROના અવાજની વિદાઈ, ચંદ્રયાનને રવાના કરનાર વૈજ્ઞાનિક એન.વલારમથીનું નિધન

PC: twitter.com/Rajeev_GoI

ભારતના મૂન મિશન ચંદ્રયાન-3માં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના વૈજ્ઞાનિક એન. વલારમથીનું નિધન થઈ ગયું છે. તામિલનાડુના અરિયાલુપુરના મૂળ રહેવાસી એન. વલારમથીનું શનિવારે સાંજે ચેન્નાઈમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થઈ ગયું. તેઓ ISROના મિશન લોન્ચિંગ માટે કાઉન્ટડાઉન પાછળનો અવાજ હતા. 14 જુલાઇના રોજ લોન્ચ કરવામાં આવેલા ખૂબ જ સફળ ચંદ્રયાન-3 તેમના માટે અંતિમ ઊલટી ગણતરી સાબિત થઈ.

Wionના રિપોર્ટ મુજબ, વર્ષ 2023માં લગભગ દર મહિને થનારા એક લોન્ચ મિશન સાથે ISRO લાઈવ સ્ટ્રીમને ભારત અને વિદેશમાં લોકો નજીકથી જોઈ રહ્યા છે. જેમ જેમ કોઈ આ લોન્ચને જુએ છે, પ્રસારણના સમય ઉપસ્થિત અધિકારીઓના અવાજો અને તેમની સંબંધિત જાહેરાતો (ટેક્નિકલી રૂપે કોલ આઉટના રૂપમાં ઓળખાય છે) કરવાનો અનોખો અવાજ અને રીત તરત ઓળખવા યોગ્ય થઈ જાય છે. એવો જ એક અવાજ, ISROના વૈજ્ઞાનિક એન. વલારમથી નથી રહ્યા. કેન્દ્રીય મંત્રી રાજીવ શેખરે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

એન. વલારમથીના નિધન પર શોક વ્યક્ત કરતા ISROના પૂર્વ ડિરેક્ટર ડૉ. પીવી વેંકટકૃષ્ણને X (અગાઉ ટ્વીટર) પર કહ્યું કે, ‘એન. વલારમથી મેડમનો અવાજ શ્રીહરિકોટાથી ISROના ભવિષ્યના મિશનોની ઊલટી ગણતરી માટે હવે નહીં હોય. ચંદ્રયાન-3 અંતિમ ઊલટી ગણતરીની જાહેરાત હતી. એક અભૂતપૂર્વ નિધન. ખૂબ દુઃખ થઈ રહ્યું છે, પ્રણામ!’ તેમના નિધન બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે એન. વલારમથી ISROની પ્રી-લોન્ચિંગ ઊલટી ગણતરી પાછળનો અવાજ હતા અને તેમણે અંતિમ જાહેરાત 30 જુલાઇના રોજ કરી હતી. જ્યારે PSLV C56 રોકેટ એક સમર્પિત વાણિજ્યિક મિશનના હિસ્સાના રૂપમાં 7 સિંગાપુરી ઉપગ્રહોને લઈને રવાના થયો હતો. તેઓ છેલ્લા 6 વર્ષોથી તમામ લોન્ચ માટે ઊલટી ગણતરીની જાહેરાત કરી રહ્યા હતા. શનિવારે સાંજે હૃદયગતિ બંધ થઈ જવાથી ચેન્નાઈની એક ખાનગી હૉસ્પિટલમાં તેમનું નિધન થઈ ગયું. તેઓ થોડા સમયથી અસ્વસ્થ હતા.

એન. વલારમથીનો જન્મ અરિયાલુરમાં 31 જુલાઇ 1959ના રોજ થયો હતો. શાળા અને કૉલેજનો અભ્યાસ બાદ તેમણે વર્ષ 1984માં ISRO જોઇન્ટ કર્યું હતું. રિપોર્ટ્સ મુજબ, ISROના ઘણા પ્રોજેક્ટમાં તેમનું યોગદાન રહ્યું છે. મહિલા વૈજ્ઞાનિક એન. વલારમથી પહેલા એવા સાયન્ટિસ્ટ હતા, જેમને વર્ષ 2015માં પહેલો APJ અબ્દુલ કલામ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અંતરીક્ષ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં તેમના યોગદાનને જોતા આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp