નાગાલેન્ડમાં 20 વર્ષ બાદ થયેલી ચૂંટણીમાં મહિલાઓએ ઈતિહાસ રચ્યો, 278 સીટમાંથી...
નાગાલેન્ડે 2 દશક બાદ થયેલી શહેરી સ્થાનિક પાલિકાની ચૂંટણીમાં મહિલાઓએ ઇતિહાસ રચી દીધો છે. અહી કુલ 278 સીટોમાંથી 102 પર સીટો મહિલાઓએ જીત હાંસલ કરી છે. 8 મહિલાઓએ સામાન્ય સીટ પર જીત હાંસલ કરી છે. 26 જૂને અહી ચૂંટણી કરાવવામાં આવી હતી. વર્ષ 2004 બાદ પહેલી વખત અહી સ્થાનિક ચૂંટણી થઈ, જેમાં 33 ટકા સીટો મહિલાઓ માટે અનામત હતી. રાજ્યના ચૂંટણી કમિશનર ટી. જોન લોંગકુમારે કહ્યું કે, આ ચૂંટણી નાગા મહિલાઓની હતી.
તેમણે કહ્યું કે, નાગાલેન્ડમાં મહિલાઓના અનામત માટે સંઘર્ષ કરનારી એક્ટિવિસ્ટ રોજમેરી જુવિચુએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય આ ચૂંટણી માટે મોટું વરદાન બની ગયું છે. રાજ્યમાં 24 પાલિકા, 3 નગરપાલિકા પરિષદ અને 21 નગર પરિષદોની ચૂંટણી કરાવવામાં આવી હતી. 2.23 લાખ વૉટરમાંથી 81 ટકાએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો. ચૂંટણી પંચ તરફથી મળેલી જાણકારી મુજબ, આ ચૂંટણીમાં ચૂંટાયેલા સૌથી યુવા અને સૌથી વધુ ઉમેદવાર પણ મહિલા જ છે.
સૌથી યુવા ઉમેદવાર 22 વર્ષીય નજાનરહોની આઈ મોઝુઇ છે જે ભંડારી નગર પરિષદથી ભાજપના ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં 238 મહિલાઓએ નામાંકન દાખલ કર્યો હતું. તો આ ચૂંટણીમાં પૂર્વી નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઇઝેશન (ENPO)એ હિસ્સો લીધો નહોતો. 6 જિલ્લાઓમાં ફેલાયેલી 7 નાગા જનજાતિઓની ઉચ્ચ સંસ્થા ENPOએ 16 મેના રોજ સ્થાનિક ચૂંટણીમાં ભાગ ન લેવાની જાહેરાત કરી હતી અને ફ્રન્ટિયર નાગાલેન્ડ ક્ષેત્ર (FNT)ની પોતાની માગનું પુનરાવર્તન કર્યું હતું.
આ પાર્ટી વર્ષ 2010થી પૃથક રાજ્યની માગ કરી રહી છે તથા તેનો દાવો છે કે નાગાલેન્ડના પૂર્વી ભાગના 6 જિલ્લાઓની વર્ષોથી ઉપેક્ષા કરવામાં આવી છે. આ ચૂંટણીમાં સત્તાધારી NDPPએ સૌથી વધુ 153 સીટો પર જીત હાંસલ કરી. તો 56 અપક્ષ ઉમેદવારોને જીત મળી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ણે 25 અને અન્ય પાર્ટીના 44 ઉમેદવારોની સફળતા મળી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp