નાગીનનો બદલો, નાગને મારનાર વ્યક્તિને અલગ-અલગ દિવસે સાત વખત માર્યો ડંખ

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના રામપુરથી હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. જ્યાં નાગિને નાગની હત્યાનો બદલો લેવા માટે એક વ્યક્તિને 7 વખત ડંખ માર્યો છે અને દરેક વખત તે બચી ગયો છે. આ ઘટના સામે આવ્યા પછી દરેક જણા તેને સાંભળીને હેરાન રહી ગયા છે. શરૂઆતમાં આ કોઈ ફિલ્મની સ્ટોરી હોય તેવું જ લાગશે પરંતુ આ હકીકત છે. અસલમાં જનપદરામપુરના સ્વાર તેહસીલ ક્ષેત્રમાં આવતા ગામ મિર્ઝાપુરના રહેનારા એહસાન ઉર્ફ બબલુ એક કૃષિ ફાર્મમાં નોકરી કરે છે. સાત મહિના પહેલા તેનો સામનો નાગ અના નાગિન સાથે થયો હતો. એહસાને લાકડીથી વાર કરી નાગને મારી નાખ્યો હતો, જ્યારે નાગિન બચી નીકળી હતી.

પરંતુ હવે નાગિને પોતાના મરેલા સાપનો બદલો લેવાનું નક્કી કરી લીધું હોય તેવું લાગે છે. ફિલ્મી સ્ટોરી જેવી આ રિયલ સ્ટોરીમાં નાગિનને તક મળતા જ તેને ડંખ માર્યો હતો પરંતુ સમય પર ઈલાજ મળવાના કારણે તે બચી ગયો હતો. થોડા દિવસો પછી ફરીથી નાગિને એહસાસ પર હુમલો કર્યો હતો અને ફરીથી તે મરતા મરતા રહી ગયો હતો. આવું કરતા નાગિને એહસાસને સાત વખત ડંખ માર્યા હતા પરંતુ તે દર વખતે મોતને માત આપવામાં કાયમ રહ્યો હતો. નાગિનના આ બદલાની સ્ટોરી સાંભળીને દરેક જણે હેરાન રહી જાય છે. જ્યારે એહસાન ડરના સાયામાં જીવવા માટે મજબૂર છે. નાગિના હુમલા વખતે એહસાસે ઘણી વખતે તેની પર લાકડીથી વાર કર્યો હતો પરંતુ નાગિન પોતાને બચાવવામાં કામિયાબ રહી હતી.

નાગિન અને એહસાસની વચ્ચે થઈ રહેલી આ જંગમાં કુદરત પણ બંનેનો સાથ આપતી આવી છે. પરંતુ તેનો અંત શુ હશે તે કોઈને ખબર નથી. આખા વિસ્તારમાં આ સ્ટોરી ચર્ચાનો વિષય બની ગઈ છે. આ ઘટના અંગે એહસાસનું કહેવું છે કે તે એકદમ ગરીબ છે અનેમજૂરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. 7 મહિના પહેલા તેને બે સાપ દેખાયા હતા. તેમાંથી એકને મારીને જમીનમાં દાટી દીધો હતો. તેના પછી નાગિન તેને ઘણી વખત ડંખ મારી ચૂકી છે. તે તેને ખેતરમાં કામ કરતી વખતે સાત વખત ડંખ મારી ચૂકી છે. મારા નાના નાના ચાર બાળકો છે અને મને હંમેશા ડર રહે છે કે જો મને કંઈ થઈ ગયું તો મારા પરિવારનું શું થશે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp