સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરને ચા ન મળવા પર તે ઓપરેશન છોડી જતા રહ્યા

PC: etvbharat.com

મહારાષ્ટ્રના નાગપુરમાં એક સરકારી હોસ્પિટલમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચા ની એવી લત કે ડૉક્ટર ગુસ્સામાં આવી ગયો અને ઓપરેશન છોડી નીકળી ગયો. આ ઘટના નાગપુરના મૌદા તાલુકાના સ્થાનીય આરોગ્ય કેન્દ્રની છે. પરિવાર નિયોજનના ઓપરેશન માટે 8 મહિલાઓને બોલાવવામાં આવી હતી. મહિલાઓના ઓપરેશન માટે ડૉક્ટર તેજરંગ ભાલવીને બોલાવવામાં આવ્યા હતા. ડૉક્ટરે જેવા 4 ઓપરેશન ખતમ કર્યા તેમને ચા પીવાની ઇચ્છા થઇ ગઇ. હોસ્પિટલમાં ચા ન મળવાથી તે એટલી હદે નારાજ થઇ ગયા કે બાકીના ઓપરેશન કર્યા વિના જ OT(ઓપરેશન થિએટર)માંથી જતા રહ્યા. જ્યારે બાકીની 4 અન્ય મહિલાઓને એનેસ્થીસિયાનું ઈન્જેક્શન આપી દેવાયું હતું.

બીજા ડૉક્ટરોએ ઓપરેશન કર્યું

આ મામલાની જાણકારી જેવી જિલ્લાના સીઈઓ સોમ્યા શર્માને મળી તો તેમણે જિલ્લા પરિષદના અધિકારી દ્વારા તરત ડૉક્ટરોની બીજી ટીમ મોકલી અને ઓપરેશન કરાવ્યા. તો આરોપી ડૉક્ટર સામે 3 સભ્યની તપાસ કમિટિ બનાવવામાં આવી છે.

ચા ન મળવા પર ડૉક્ટરે ઓપરેશન છોડ્યું

સૌમ્યા શર્માએ કહ્યું કે, 3 નવેમ્બરના રોજ સરકારી હોસ્પિટલમાં ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન રાખવામાં આવ્યું હતું. ઓપરેશન કરવા માટે રામટેકથી RH સરકારી હોસ્પિટલના ડૉક્ટર તેજરંગ ભાલવીને બોલાવવામાં આવ્યા હતા. તેમણે 4 ઓપરેશન કર્યા અને 4 છોડીને જતા રહ્યા. તેમણે જણાવ્યું કે, ડૉક્ટર તેજરંગને ચા નહીં મળવા પર તે ઓપરેશન છોડીને જતા રહ્યા. આવી ખબર તેમને પંચાયત સમિતિના સભ્યોએ આપી. તેમણે તરત નાગપુર જિલ્લા પરિષદના આરોગ્ય અધિકારીને ફોન કરી બાકીના ઓપરેશન માટે ડૉક્ટરોને મોકલવા કહ્યું.

આરોપી ડૉક્ટર સામે તપાસના આદેશ

તેમને જણાવવામાં આવ્યું કે ડૉક્ટર તેજરંગને ચા ન મળવાને લીધે ઓપરેશન છોડી ચાલ્યા ગયા. તેમણે આ મામલે તરત તપાસના આદેશ આપ્યા છે. તપાસ માટે 3 સભ્યની સમિતી બનાવવામાં આવી છે. રિપોર્ટ આવ્યા પછી આરોપી ડૉક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે. સૌમ્યા શર્માએ કહ્યું કે, આ ખૂબ જ ગંભીર મામલો છે. જો ચા માટે ડૉક્ટર ઓપરેશન છોડી જઇ રહ્યા છે તો એવામાં ડૉક્ટર સામે IPSની ધારા 304 હેઠળ કાર્યવાહી થવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp