મહારાષ્ટ્ર સરકારે અહમદનગર જિલ્લાનું નામ બદલીને આ નામ કરી દીધું

PC: thehindu.com

મહારાષ્ટ્ર સરકારની આજે કેબિનેટ મીટિંગ થઇ. આ બેઠકમાં ઘણા મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. મુંબઈના રેલવે સ્ટેશનોના નામ બદલવા માટેની મંજૂરી મળી ગઇ છે. રાજ્યને બ્રિટિશ કાળના રેલવે સ્ટેશનોના નામ બદલવાનો અધિકાર છે. મીડિયા રિપોર્ટ મુજબ, મુંબઈ અને આસપાસના 6 થી 8 રેલવે સ્ટેશનોના નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિંદે ગ્રુપના સાંસદ રાહુલ શેવાલેએ કહ્યું કે, જે માંગ આવી છે, એ મુજબ નામ બદલાશે. એ બધા અંગ્રેજો દ્વારા અપાવવામાં આવ્યા હતા. કેબિનેટની બેઠકમાં અહમદનગર જિલ્લાનું નામ બદલીને અહલ્યાનગર કરી દેવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારને પ્રસ્તાવ આપ્યો છે કે મુંબઈ સેન્ટ્રલનું નામ નાના જગનાથ શંકર શેઠના નામ પર રાખવામાં આવે. કિંગ્સ સર્કલને તીર્થકર પાશ્વનાથ બનાવવાનો પ્રસ્તાવ છે. મુંબઈ સેન્ટ્રલ, ડોકયાર્ડનું નામ બદલાવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. એ સિવાય એવા સમાચાર છે કે આજે કેબિનેટની બેઠકમાં કરી રોડ, સેન્ડહર્સ્ટ રોડ, ડોકયાર્ડ, ચર્ની રોડ અને કોટનગ્રીન જેવા બ્રિટિશ કાળના રેલવે સ્ટેશનોના નામ બદલવાની ચર્ચા છે.

કરી રોડ સ્ટેશનનું નામ બદલીને લાલબાગ થઇ છે. સેન્ડહર્સ્ટ રોડનું નામ ડોંગરી, મરીન લાઇન્સ સ્ટેશનનું નામ મુંબાદેવી, ચર્ની રોડ સ્ટેશનનું નામ ગિરગાંવ, કોટનગ્રીન સ્ટેશનનું નામ કાલાચૌકી, ડોકયાર્ડ રોડ સ્ટેશનનું નામ મઝગાંવ અને કિંગ્સ સર્કલ સ્ટેશનનું નામ તીર્થકર પાશ્વનાથ કરી શકાય છે.

સાંસદ રાહુલ શેવાલેએ સ્ટેશનોના નામ બદલાવાને લઈને સવાલ ઊભા કરતા કહ્યું હતું કે, ભારત ગોથોસ્કરે કહ્યું કે, ગ્રાન્ડ રોડ અને રે રોડનું નામ બદલવાને લઈને માંગ ન કરવામાં આવી. જો કે, આ નામ બ્રિટિશ ગવર્નરોના નામ પર રાખવામાં આવ્યા છે. એલિફનિસ્ટ રોડ લોકલ સ્ટેશનનું નામ બદલી દીધું હતું, જેને લોર્ડ એલફિન્સટનના નામથી ઓળખવામાં આવે છે. 1853 થી 1860 સુધી આ બોમ્બે પ્રેસિડેન્સી અંતર્ગત આવતું હતું. આ અગાઉ દક્ષિણ મુંબઇમાં સ્થિત ફેમસ છત્રપતિ શિવાજીના નામને સામાન્ય બદલાવ સાથે છત્રપતિ શિવાજી મહારાજ સ્ટેશન કરી દેવામાં આવ્યું.

થોડા દિવસ અગાઉ જ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસમાં મહારાજ શબ્દ જોડવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે ટર્મિનસનું આખું નામ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ થઈ ગયું. એક સમય હતો જ્યારે તેનું નામ ગ્રેટ બ્રિટનની મહારાણી વિક્ટોરિયાના નામ પર વિક્ટોરિયા ટર્મિનસ પણ રાખવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp