વધુ કેન્દ્રીય વિદ્યાલયો કોણે બનાવ્યા? નરેન્દ્ર મોદીએ કે મનમોહન સિંહે?

PC: https://www.newindianexpress.com

શિક્ષણ અને રોજગારના મુદ્દે નરેન્દ્ર મોદી સરકારને અનેક વખત ઘેરવામાં આવી છે. શરૂઆતથી જ વિપક્ષ શિક્ષણને લઈને સરકાર સામે આંગળી ચીંધી રહ્યો છે. જો કે, સરકારે અનેક પ્રસંગોએ તેના આંકડાઓ પણ ગણાવ્યા અને કહ્યું કે નવી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ સતત ખોલવામાં આવી રહી છે જેથી દરેક બાળકને શિક્ષણની સુવિધા મળી રહે.

આ દાવાઓ અને જવાબોની સત્યતાને સમજવા માટે, ઈન્ડિયા ટુડેએ સરકાર પાસેથી માહિતી માંગતી RTI દાખલ કરી. પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના 8 વર્ષમાં કેટલી કેન્દ્રીય વિદ્યાલય (KVs) ખોલવામાં આવી હતી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પ્રથમ 8 વર્ષમાં કેટલી કેન્દ્રીય વિદ્યાલયો ખોલવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના 8 વર્ષમાં 159 કેન્દ્રીય વિદ્યાલયો બનાવવામાં આવ્યા હતા, જ્યારે વડાપ્રધાન મનમોહન સિંહના શરૂઆતના 8 વર્ષમાં 202 શાળાઓ શરૂ કરવામાં આવી હતી. કેન્દ્રીય વિદ્યાલયો સબસિડીવાળા ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉત્તમ શૈક્ષણિક ટ્રેક રેકોર્ડ માટે દેશભરમાં જાણીતા છે.

01 એપ્રિલ 2022 સુધીમાં, કાઠમંડુ, મોસ્કો અને તેહરાનમાં વિદેશમાં કાર્યરત ત્રણ કેન્દ્રીય વિદ્યાલયો સહિત કુલ 1249 કેન્દ્રીય વિદ્યાલયો છે. કુલ 1,249 કેન્દ્રીય વિદ્યાલયોમાં લગભગ 14,35,562 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.

2014-15 થી 2021-22 ની વચ્ચે, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યકાળ હતો, 159 શાળાઓ બનાવવામાં આવી હતી. આનો અર્થ એ છે કે દર વર્ષે સરેરાશ 20 શાળાઓ શરૂ કરવામાં આવી હતી.

તેની સરખામણીમાં 2004-05 થી 2011-12 સુધી, જે વડાપ્રધાન મનમોહન સિંહના પ્રથમ આઠ વર્ષ હતા, 202 શાળાઓ શરૂ કરવામાં આવી હતી. UPA સરકારમાં દર વર્ષે 25 થી વધુ શાળાઓ શરૂ કરવામાં આવી હતી.

વર્તમાન NDA સરકારમાં, મધ્ય પ્રદેશમાં અધિકત્તમ 20 શાળાઓ ખોલવામાં આવી. ઉત્તર પ્રદેશમાં 17, રાજસ્થાનમાં 14, કર્ણાટકમાં 13, છત્તીસગઢ અને ઓડીશામાં 10-10 શાળાઓ મળી છે.જયારે UPA સરકારના શરૂઆતી 8 વર્ષમાં ઓડિશામાં સૌથી વધારે 24 કેન્દ્રિય વિદ્યાલય આપવામાં આવી હતી. એ સિવાય બિહારમાં 16, ઉત્તર પ્રદેશમાં 12 અને રાજસ્થાન- પશ્ચિમ બંગાળમાં 11.11 અને પંજાબ અને તમિલનાડુમાં 10-10 શાળાઓ આપવામાં આવી હતી. 8 વર્ષની સરખામણીએ મનમોહન સરકરાના સમયમાં બિહારને 16 કેન્દ્રીય શાળાઓ મળી હતી, જયારે મોદી સરકારમાં માત્ર 4 શાળાઓ મળી હતી.

કેન્દ્રીય વિદ્યાલયમાં દરેક સાંસદોને કેન્દ્રીય વિધાલયમાં એડમિશન માટે 10 લોકોની ભલામણ કરવાનો કોટા રાખવામાં આવ્યો હતો. માર્ચ 2022માં કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં કહ્યું હતું કે 10 સીટોનો કોટા ઘણો ઓછો છે. એવામાં સરકાર તેને વધારીને 50 કરે અથવા કોટા ખતમ કરી નાંખે. સરકારે કોટા ખતમ કરી નાંખવાનો વિકલ્પ પંસદ કર્યો. મતલબ કે કેન્દ્રીય વિદ્યાલયમાં હવે સાંસદો એડમિશન માટે ભલામણ કરી શકશે નહી.

ભારત સરકારે નવેમ્બર 1962માં કેન્દ્રીય વિદ્યાલયોની યોજનાને મંજૂરી આપી હતી જેથી કેન્દ્ર સરકાર રક્ષા કર્મચારીઓના બાળકોને શૈક્ષણિક સુવિધા પુરી પાડી શકે. શૈક્ષણિક વર્ષ 1963-64 દરમિયાન, સંરક્ષણ સ્ટેશનોમાં 20 રેજિમેન્ટલ શાળાઓ કેન્દ્રીય શાળાઓ તરીકે લેવામાં આવી હતી. 15 ડિસેમ્બર 1965 ના રોજ, તે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન તરીકે સોસાયટી તરીકે નોંધાયેલ અને એક સ્વાયત્ત સંસ્થા બનાવવામાં આવી. આનો અર્થ એ થયો કે KVS તેના હાલના આકારમાં 56 વર્ષ પહેલા 1965માં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp