નસરુલ્લા કે અરવિંદ કોની સાથે રહેશે અંજુ? કર્યો મોટો ખુલાસો, ફાતિમા નામ પર..

PC: news24online.com

પોતાના ફેસબુકવાળા પ્રેમી નસરુલ્લાને મળવા અંજુ પાકિસ્તાન જતી રહી હતી. અંજુ વિઝા લઈને પાકિસ્તાન ગઇ હતી. લગભગ 4 મહિના સુધી પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખવામાં રહી, ત્યારબાદ 29 નવેમ્બરના રોજ તે પરત આવતી રહી. હવે અંજુએ એક મોટો ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં અંજુએ નસરુલ્લા કે પછી અરવિંદ સાથે રહેવાને લઈને ખુલાસો કર્યો છે. અંજુને પૂછવામાં આવ્યું કે, તે કોની સાથે રહેવા માગશે?

તો અંજુએ આ સવાલ પર કહ્યું કે, ‘મારી પ્રાથમિકતા બાળકો છે, જ્યાં તેમનું સારું ભવિષ્ય હશે, તેને જોઈને આગામી નિર્ણય લેવામાં આવશે.’ આ નિવેદનથી એમ લાગી રહ્યું છે કે અંજુ કદાચ હવે નસરુલ્લા પાસે જવા માગતી નથી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે કયા નામને પસંદ કરે છે અંજુ કે ફાતિમા? તેના પર તેણે કહ્યું કે, તમે બંને જ નામથી તમે બોલાવી શકો છો, પરંતુ મને અંજુ પસંદ છે.

ભારત વધુ પસંદ છે કે પાકિસ્તાન? આ સવાલ પર તેણે કહ્યું કે, તેનો ભારતમાં જન્મ થયો છે અને તેને ભારત પસંદ છે. અંજુને જ્યારે પૂછવામાં આવ્યું કે સીમા હૈદર કહી રહી છે કે ભારત આટલો સારો દેશ છે તેને છોડીને કોઈ કેમ જઈ શકે છે? તેના પર તેણે કહ્યું કે ભારત સારો દેશ છે જ, એટલે જ તે પરત આવી છે. નસરુલ્લાહ સાથે નિકાહ બાબતે સવાલ પૂછવામાં આવતા તેણે કહ્યું કે, એ તેની પર્સનલ મેટર છે એટલે તે તેના પર બોલવા માગતી નથી.

એ સિવાય જ્યારે પૂછવામાં આવ્યું કે તે બાળકોને મળવા માટે આવી છે? તેના પર અંજુએ કહ્યું કે, હું બાળકોને મળવા આવી છું અને ભારતની નાગરિક છું. હું પાકિસ્તાન પર્મનેન્ટ રહેવા માટે નહોતી ગઈ. હું શરૂઆતથી જ કહી રહી હતી કે મારે પાછું આવવું છે. અંજુએ સીમા હૈદરને લઈને પણ પોતાની વાત કહી. અંજુએ કહ્યું કે, જ્યારે હું પાકિસ્તાન ગઈ ત્યાં સુધી સીમા હૈદર ભારત આવી ગઈ હતી. અહી એવો માહોલ તે ગયો કે મારો પરિવાર ડિસ્ટર્બ થઈ ગયો. આ કારણે પાછા આવવા માટે મારે રાહ જોવી પડી. આ કારણે મેં પોતાના વિઝા વધારાવ્યા. 

તેને એમ પૂછવામાં આવ્યું કે અંતે કેમ બાળકોને છોડીને ગઈ? તેના પર અંજુએ કહ્યું કે, હું બાળકોને ઘણી વાર અગાઉ પણ માતા પાસે છોડીને જતી હતી. એવું નહોતું કે હું બાળકોને છોડીને જતી જ રહી હતી. અંતે સીમા હૈદર પોતાના બાળકોને લાવી તો તે બાળકોને કેમ ન લઈ ગઈ? આ સવાલ પર અંજુએ કહ્યું કે કેમ કે સીમા અહી પર્મનેન્ટ રહેવા આવી છે. હું ત્યાં હંમેશાં રહેવા ગઈ નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp