નવજોત સિંહ સિદ્ધુનો મોટો નિર્ણય, બધા ચોંકી ગયા

PC: twitter.com/sherryontopp

પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુની છેલ્લા ઘણા સમયથી પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે મગજમારી ચાલી રહી છે, ત્યારે નવજોત સિંહ સિદ્ધુએ મોટો નિર્ણય લેતા પોતાના મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. નવજોત સિંહ સિદ્ધુએ પોતાનું રાજીનામું કોંગ્રેસના અધ્યક્ષને મોકલી દીધું છે. આ અંગે તેમણે ટ્વીટ કરીને રવિવારે જાણકારી આપી હતી. જો કે નવજોત સિંહ સિદ્ધુએ પોતાનું રાજીનામું 10 જૂને જ આપી દીધું હતું અને તેને લઇને આજે ખુલાસો કર્યો હતો.

Image result for amrinder singh sidhu

નવજોત સિંહ સિદ્ધુના આ નિર્ણયથી બધા ચોંકી ગયા છે. નવજોત સિંહ સિદ્ધુના સમર્થકોનું કહેવું છે કે, નવજોત સિંહ સિદ્ધુ હાર કેવી રીતે માની ગયા અને પાછા કેવી રીતે ખસી ગયા. છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધ વચ્ચે તણાવની સ્થિતિ હતી. લોકસભા ચૂંટણીમાં પંજાબમાં કોંગ્રેસને સારી સંખ્યામાં સીટ ન મળવાથી કેપ્ટન અમરિંદર સિંહે હારનું ઠીકરું સિદ્ધુ પર ફોડ્યૂં હતું.

મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તો આને લઇને કોંગ્રેસ હાઇકમાન્ડને પણ ફરિયાદ કરી હતી અને કાર્યવાહી કરવાની માગ કરી હતી. એટલું જ નહીં. મુખ્યમંત્રીએ લોકસભા ચૂંટણી બાદ 6 જૂનના રોજ થયેલી કેબિનેટની પહેલી જ બેઠકમાં સિદ્ધિ સહિત કેટલાય મંત્રીઓના વિભાગ બદલી નાખ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp