નવજોત સિંહ સિદ્ધુ જેલમાંથી મુક્ત થશે, આ કારણે સજાના 48 દિવસ પહેલા બહાર આવી જશે
પટિયાલાની જેલમાં છેલ્લાં 10 મહિનાથી સજા કાપી રહેલા પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ 1 એપ્રિલે જેલમાંથી મુક્ત થશે. સિદ્ધુના સમર્થકોમાં આ સમાચારને કારણે ખુશીની લહેર ફેલાઇ ગઇ છે.
This is to inform everyone that Sardar Navjot Singh Sidhu will be released from Patiala Jail tomorrow.
— Navjot Singh Sidhu (@sherryontopp) March 31, 2023
(As informed by the concerned authorities).
નવજોત સિંહ સિદ્ધુના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું છે કે, 'સરદાર નવજોત સિંહ સિદ્ધુ આવતીકાલે પટિયાલા જેલમાંથી મુક્ત થઈ રહ્યા છે.' તેની સાથે એવું પણ લખવામાં આવ્યું છે કે અધિકારીઓએ આ માહિતી આપી છે.
1988ના રોડ રેજ ડેથ કેસમાં સુપ્રીમ કોર્ટે નવજોત સિંહ સિદ્ધુને એક વર્ષની જેલની સજા ફટકારી હતી. સિદ્ધુએ પોતે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. તેમને પટિયાલા જેલમાં રાખવામાં આવ્યા હતા.
નવજોત સિંહ સિદ્ધુને 19 મે 2022ના રોજ એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ સંદર્ભમાં તેણે 18 મે સુધી જેલમાં રહેવું પડતે,પરંતુ જેલના નિયમો મુજબ કેદીઓને દર મહિને 4 દિવસની રજા આપવામાં આવે છે. સજા દરમિયાન સિદ્ધુએ એક પણ દિવસની રજા લીધી ન હતી. આ સંદર્ભમાં માર્ચના અંતના 48 દિવસ પહેલા તેની સજા પૂર્ણ થશે. સિદ્ધિના સારા આચરણને કારણે પણ તેની સજા પહેલી પુરી થઇ હોવાનું મીડિયા રિપોર્ટમા કહેવામાં આવ્યું છે.
રોડ રેજ કેસમાં સજા કાપી રહેલા નવજોત સિંહ સિદ્ધુની પત્ની ડૉ.નવજોત કૌર સિદ્ધુ બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. તે આ બીમારીના સ્ટેજ-2માં છે. તેણે સર્જરી પણ કરાવી છે. તેમણે તાજેતરમાં ટ્વીટ કરીને પણ આ અંગે માહિતી આપી હતી. ડૉ.નવજોત સિદ્ધુએ કહ્યું હતું કે 1 એપ્રિલ સુધીમાં સિદ્ધુ જેલમાંથી મુક્ત થઈ શકે છે. તેમણે લખ્યું હતું કે સિદ્ધુ એવા ગુના માટે સજા ભોગવી રહ્યો છે જે તેમણે કર્યો નથી. આમાં સામેલ દરેકને માફ કરો. તમારી મુક્તિની રાહ જોતા દરરોજ બહાર રહેવું ખૂબ જ પીડાદાયક છે.
આ પહેલા 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના અવસર પર સિદ્ધુના જેલમાંથી બહાર આવવાના સમાચાર સામે આવ્યા હતા. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે સિદ્ધુની સંખ્યા એ 50 કેદીઓમાં પણ હોઈ શકે છે જેમને પ્રજાસત્તાક દિવસ પર વિશેષ છૂટ આપવામાં આવી છે. પરંતુ આવું શક્યું નહોતું અને છેલ્લી ઘડીએ સિદ્ધુના સમર્થકોને વિશાળ બેનરો અને હોર્ડિંગ્સ સાથે પરત ફરવું પડ્યું હતું. આ વખતે કાર્યકરો એવી આશા રાખી રહ્યા છે કે સિદ્ધુ 1 એપ્રિલે ખરેખર બહાર આવે અને પોસ્ટરો સાથે પાછા ન ફરવું પડે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp