મહારાષ્ટ્રમાં NDAમાં બની ગયો સીટ શેરિંગનો ફોર્મ્યૂલા, BJP 32, શિંદે ગ્રુપ 20..

PC: sundayguardianlive.com

લોકસભાની ચૂંટણી અગાઉ સીટ શેરિંગને લઈને મહારાષ્ટ્રમાં NDA વચ્ચેનું કોકડું ઉકેલાતું નજરે પડી રહ્યું છે. જાણકારો મુજબ, મહારાષ્ટ્રની 48 સીટોમાંથી 32 કરતા વધુ સીટો પર ભારતીય જનતા પાર્ટી (BJP) ચૂંટણી લડી શકે છે. બાકી સીટમાં 10 સીટો શિવસેના (શિંદે ગ્રુપ)ને આપવામાં આવશે. તો 2-3 સીટો NCP (અજીત પવાર ગ્રુપ)ના ખાતામાં જઇ શકે છે. અજીતના પક્ષમાં બારામતી, રાયગઢ, શિરુર કે માવલમાંથી 2-3 સીટો જવાની સંભાવના છે.

ત્યારબાદ બચતી 4 સીટો પર પણ શિવસેના અને NCPના જ ઉમેદવાર ઉતારવાની આશા છે. જો કે, આ ઉમેદવારોને કમળના નિશાન પર ચૂંટણી લડાવવામાં આવશે. ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે મોડી રાત્રે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર અને મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મીટિંગ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ મીટિંગમાં જ સીટ શેરિંગને લઈને બધી વાતો ફાઇનલ કરવામાં આવી છે.

પહેલા અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર સાથે મુલાકાત કરી. આ મીટિંગ લગભગ અડધા કલાક સુધી ચાલી. ત્યારબાદ બંને નેતા સહ્યાદ્રી ગેસ્ટ હાઉસથી જતા રહ્યા. દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર ગયા બાદ અમિત શાહે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ભાજપ મુંબઈના અધ્યક્ષ આશિષ શેલાર સાથે લગભગ 45 મિનિટ સુધી ચર્ચા કરી. મીડિયા રિપોર્ટ મુજબ, આ બંને મીટિંગ્સમાં મોટા ભાગે સીટો પર સહમતી બની ગઈ.

નક્કી કરવામાં આવ્યું કે, મુખ્યમંત્રી શિંદે અને અજીત ગ્રુપને માત્ર જીતવાની ક્ષમતાના આધાર પર સીટો મળશે. તેમણે કેટલીક સીટો આદાન-પ્રદાન કરવી પડશે અને જો જરૂરિયાત પડી તો પોતાના ઉમેદવારને કમળના નિશાન પર પણ ચૂંટણી લડાવવી પડશે. કહેવામાં આવી રહ્યું છે કે ફરી એક વખત મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ પહોંચ્યા છે અને ફરી એક વખત તેમની ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત ચાલી રહી છે.

અમિત શાહે મોડી રાત્રે બંને નેતાઓને સલાહ આપી કે સીટો માગતી વખત આક્રમક ન બને. તર્કસંગત વાત રાખે. છેલ્લા 8 કલાકની અંદર આ બીજી બેઠક છે. આ અગાઉ વર્ષ 2019માં થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે 25, તો શિવસેનાએ 23 સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં ભાજપે 23, તો શિવસેનાએ 18 સીટો પર જીત હાંસલ કરી હતી. જો કે, શિવસેનામાં 2 ભાગ પડ્યા બાદ એકનાથ શિંદે પાસે હવે 13 જ સાંસદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp