લેટરલ એન્ટ્રીના મુદ્દે મોદી સરકારનો યુ-ટર્ન, ભરતી કરી રદ

PC: thehindu.com

દેશની ઉચ્ચ નોકરીઓમાં 45 પડોની લેટરલ એન્ટ્રીથી ભરતીવાળી જાહેરાતને મોદી સરકારે રદ કરી દીધી છે. મંત્રાલયોમાં સંયુક્ત સચિવ, ઉપસચિવ અને ડિરેક્ટર પદો પર ભરતી માટે UPSCએ જ્યારે લેટરલ એન્ટ્રીની નોટિફિકેશન જાહેર કરી તો રાજકીય ગલીઓમાં તેની ગુંજ સતત સંભળાઈ રહી હતી. પહેલા વિપક્ષે તેનો વિરોધ કરતા કહ્યું હતું કે, એ બાબાસાહેબ આંબેડકરના સંવિધાનનું ઉલ્લંઘન છે કેમ કે તેમાં અનામતને નજરઅંદાજ કરી દેવામાં આવ્યું છે. તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીએ તેને અનામત ખતમ કરવાનો પ્રયાસનો કરાર આપ્યો. તો હવે NDAમાં પણ તેના વિરોધમાં અવાજ સંભળાવા લાગ્યો છે.

UPSC લેટરલ એન્ટરીને લઈને NDAમાં ફૂટ જોવા મળી રહી હતી. JDU અને LJP (રામવિલાસ) તેના વિરોધમાં આવ્યા છે તો ચંદ્રબાબુ નાયડુની TDPએ સરકારનું સમર્થન કર્યું હતું. TDPનું કહેવું હતું કે સરકારના આ નિર્ણયથી પ્રશાસનની ગુણવત્તા સુધરશે અને સામાન્ય લોકો સુધી સેવાઓ પહોંચાડવું સરળ રહેશે. મીડિયા રિપોર્ટ મુજબ, JDUના સીનિયર નેતા કે.સી. ત્યાગીએ કહ્યું હતું કે, અમારી પાર્ટી શરૂઆતથી સરકારને અનામત સીટો ભરવાની વાત કહેતી રહી છે. અમે રામ મનોહર લોહિયાને માનીએ છીએ, જ્યારે લોકોને સદીઓથી સમાજમાં પછાતપણાનો સામનો કરવો પડ્યો છે, તો તમે મેરીટ કેમ શોધી રહ્યા છો?

તેમણે વધુમાં કહ્યું હતું કે, સરકારનો આ આદેશ ગંભીર ચિંતાનો વિષય છે. આ પ્રકારના નિર્ણય લઈને સરકાર વિપક્ષને મુદ્દો આપી રહી છે, જે લોકો NDAના વિરોધી છે, તેઓ આ જાહેરાતનો દુરુપયોગ કરશે. LJP (રામવિલાસ)ના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું હતું કે, સરકારી નિમણૂકમાં અનામત જરૂરી છે. તેમાં કોઈ ફટ બટ ન હોવી જોઈએ. ખાનગી ક્ષેત્રમાં કોઈ અનામત નથી અને જો સરકારીમાં પણ એમ થવા લાગ્યું તો સમસ્યા ઉત્પન્ન થઈ જશે. પાસવાને કહ્યું કે સરકારને લોકોનો મુદ્દો ઉઠાવવાનો અધિકાર છે અને તેઓ ઉઠાવશે. અમારી પાટી આ નિર્ણયનું સમર્થન કરતી નથી.

2 પ્રમુખ પાર્ટીઓના વિરોધ વચ્ચે ત્રીજી મહત્ત્વની પાર્ટી TDPએ આ નિર્ણયનું સમર્થન કર્યું હતું. TDP મહાસચિવ નારા લોકેશે કહ્યું હતું કે, અમને લેટરલ એન્ટરીને લઈને ખુશી છે કેમ કે ઘણા મંત્રાલયોને વિશેષજ્ઞોની જરૂરિયાત છે. અમે હંમેશાં જ પ્રાઇવેટ સેક્ટરથી જાણકારોને લઈને સમર્થનમાં રહ્યા છીએ. આપણે સેક્ટરથી પણ શિખામણ લેવી જોઈએ. એટલે અમે કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સમર્થન કરીએ છીએ. રાહુલ ગાંધીએ સરકારના આ નિર્ણયને દલિતો અને આદિવાસીઓના અધિકારો પર હુમલો બતાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, ભાજપે રામ રાજ્યનું મહત્ત્વ બદલી દીધું છે અને સંવિધાનને ખતમ કરવાનું ષડયંત્ર રચી રહી છે. તો બહુજનો પાસેથી અનામત છીનવવા માગે છે. તો કોંગ્રેસ અધ્યક્ષ ખરગેએ કહ્યું હતું કે, સરકારી વિભાગોમાં ખાલી જગ્યા ભરવાની જગ્યાએ સરકાર અનામત પાછળ પડી છે. 81 ટકા સુધી કેઝ્યૂઅલ અને કોન્ટ્રાક્ટ રિક્રૂટમેન્ટને વધારી દેવામાં આવી છે. SP અને BSPએ પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp