'DyCM અજિત પવારને દૂર રાખવા NDAની રણનીતિ', જયંત પાટીલે ખોલ્યું રહસ્ય,પ્લાન તૈયાર
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે રાજ્ય NCP (SP)ના વડા જયંત પાટીલે સોમવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે BJP અને શિવસેના DyCM અજિત પવારની NCPને ચૂંટણી ગઠબંધનથી દૂર રાખવાનું સૂચન કરી શકે છે. તેની પાછળનો તેમનો હેતુ લોકોમાં તેમની ઘટી રહેલી લોકપ્રિયતાને સુધારવાનો છે. તેઓ DyCM અજિત પવાર અને તેમની પાર્ટીને ચૂંટણી પછી ફરીથી ગઠબંધનમાં જોડાવા માટે કહેશે.
જયંત પાટીલે કહ્યું, “મહાગઠબંધનમાં DyCM અજિત પવારની NCPના સમાવેશ પછી દેશભરમાં BJPની વિશ્વસનીયતાને નુકસાન થયું છે. તેથી, શક્ય છે કે BJP DyCM અજિત પવારની NCPને ચૂંટણી દરમિયાન દૂર રહેવા માટે કહે, અને વિધાનસભાની ચૂંટણી પછી ફરીથી જોડાણમાં સામેલ થઈ શકે. તેમને અલગથી ચૂંટણી લડવા અને ચૂંટણી પછી ફરીથી હાથ મિલાવવાનું પણ કહેવામાં આવી શકે છે.'
તેમણે એ પણ સંકેત આપ્યો કે, BJP અને શિવસેનાના નેતાઓ તેમની જાહેર હાજરીને લઈને NCP અને DyCM અજિત પવારની ટીકા કરી રહ્યા છે.
BJP અને શિવસેનાના રાજ્ય નેતાઓએ NCP પર લોકપ્રિય 'લાડલી બહેન યોજના' માટે શ્રેય લેવાનો આરોપ મૂક્યો છે, જે રાજ્યની પાત્ર મહિલાઓને દર મહિને 1,500 રૂપિયાની સહાય પૂરી પાડે છે. DyCM અજિત પવાર દ્વારા શરૂ કરાયેલા કાર્યક્રમ તરીકે આ યોજનાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
ગયા અઠવાડિયે શિવસેનાના મંત્રી તાનાજી સાવંતના NCP પરના નિવેદનથી પણ વિવાદ સર્જાયો હતો, જેના કારણે NCPએ વળતો જવાબ પણ આપવો પડ્યો હતો. તેવી જ રીતે BJP અને શિવસેનાના સ્થાનિક નેતાઓમાં NCP સામે અસંતોષ જોવા મળ્યો હતો. પાટીલે આરોપ લગાવ્યો હતો કે, મહાયુતિ ઇરાદાપૂર્વક વિધાનસભા ચૂંટણીને સ્થગિત કરી રહી છે જેથી 'લાડલી બહેન યોજના'નો રાજકીય ફાયદો ઉઠાવી શકાય.
તેમણે કહ્યું, “રાજ્યની આર્થિક સ્થિતિ ગંભીર છે. રાજ્ય સરકારના કર્મચારીઓને સમયસર પગાર મળશે કે કેમ તે ચિંતાનો વિષય છે. મહાયુતિનું પ્રાથમિક ધ્યેય માત્ર સત્તા પર પકડ જાળવી રાખવાનું છે, રાજ્યની સુખાકારીનું નહીં. તેઓ માત્ર આગામી થોડા મહિનાઓ વિશે જ વિચારી રહ્યા છે. મહાયુતિના ધારાસભ્યો અમને કહે છે કે, આ યોજના આગામી કેટલાક મહિનાઓ માટે છે અને તે પછી તેનું ઓડિટ કરવામાં આવશે.' પાટીલે કહ્યું કે, સરકારે જરૂરિયાતમંદોની ઓળખ કરવી જોઈએ અને સહાયની રકમ વધારવા પર વિચાર કરવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp