મહારાષ્ટ્રમાં ઓછી થઈ રહી નથી NDAની ખટપટ, હવે શિવસેના અને NCP વચ્ચે ટકરાવ

PC: siasat.com

મહારાષ્ટ્રમાં ભલે ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની NCPની ગઠબંધન સરકાર ચાલી રહી હોય, પરંતુ આ ગઠબંધનમાં ઘણી ગાંઠો છે અને તેઓ એક એક કરીને ખૂલી રહી છે. લોકસભાની ચૂંટણીમાં મહાયુતિની અપેક્ષા વિરુદ્ધ પ્રદર્શન બાદ શરૂ થયેલો ગઠબંધનનો ઝઘડો હવે વધી રહ્યો છે. રાજ્યમાં ઓક્ટોબરની આસપાસ વિધાનસભાની ચૂંટણી થવાની છે એટલે ગઠબંધનના સહયોગી દળો વચ્ચે હવે સીટ ફાળવણીને લઈને ટકરાવ વધતો નજરે પડી રહ્યો છે.

હાલમાં જ મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાએ એમ કહેતા ચિપલૂન-સંગમેશ્વર વિધાનસભા પર પોતાનો દાવો ઠોક્યો કે ભાજપ-શિવસેના ગઠબંધનમાં NCP પછી સામેલ થઈ હતી, એટલે એ સીટ પર તેનો દાવો બનતો નથી. શિંદે ગ્રુપના નેતા અને પૂર્વ ધારાસભ્ય સદાનંદ ચવ્હાણે ચિપલૂન સંગમેશ્વર સીટને લઈને આ નિવેદન આપ્યું છે. મોટી વાત એ છે કે વર્ષ 2019ની ગત વિધાનસભાની ચૂંટણીમાં આ સીટ પરથી નાયબ મુખ્યમંત્રી અજીત પવારના પક્ષવાળી NCPના શેખર નિકમે ચૂંટણી જીતી હતી, છતા શિંદેના નેતા તેના પર પોતાનો દાવો ઠોકી રહ્યા છે. તેનાથી રાજ્યની સત્તાધારી મહાયુતિમાં સીટ ફાળવણીને લઈને ટકરાવની આશંકા વધી ગઈ છે.

 મીડિયા રિપોર્ટ્સ મુજબ, સદાનંદ ચવ્હાણે કહ્યું કે, અમારું ભાજપ અને શિવસેનાનું ગઠબંધન હતું, પરંતુ પછી NCP સામેલ થઈ ગઈ. ભલે શેખર નિકમ ત્યાંથી ધારાસભ્ય છે, પરંતુ કાર્યકર્તા ઈચ્છે છે કે આ સીટ પર શિવસેનાના ધારાસભ્ય ચૂંટાયા. તેમણે આ વાતની આશંકા નકારી કે ચિપલૂન સીટ શિવસેનાને નહીં મળે. તેમણે કહ્યું કે, તેઓ ત્યાંથી ચૂંટણી લડવા માટે ઇચ્છુક છે. ઉલ્લેખનીય છે કે ચવ્હાણ ત્યાંથી પૂર્વ ધારાસભ્ય છે. જો સીટ સમજૂતી મુજબ આ સીટ NCPને મળી જાય છે તો પણ NCP ધારાસભ્ય શેખર નિકમને ચવ્હાણના પડકારનો સામનો કરવો પડી શકે છે.

મહારાષ્ટ્રના NDA ગઠબંધનમાં ઝઘડો માત્ર શિંદેની શિવસેના અને અજીત પવારની NCP વચ્ચે જ નથી. આ અગાઉ ભાજપ અને શિવસેના વચ્ચે પણ કલેશ સામે આવી ચૂક્યો છેં, જ્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને તત્કાલીન કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને ઓછા મતથી રત્નાગિરી સિંધુદુર્ગ લોકસભા ક્ષેત્રથી જીત મળી, ત્યારે નારાયણ રાણેના પુત્રએ આરોપ લગાવ્યો કે, રાજ્ય સરકારમાં મંત્રી ઉદય સામંતે પોતાના વિસ્તારમાં વોટ ટ્રાન્સફર ન કરાવ્યા. નારાયણ રાણેએ 48,000 વૉટથી જીત હાંસલ કરીને શિવસેના (UBT)ના ઉમેદવાર વિનાયક રાઉતને હરાવ્યા હતા. રાણેને ઉદય સામંતના ક્ષેત્રમાં લીડ મળી નહોતી. ત્યારબાદ નીતિશ રાણે અને ઉદય સામંત વચ્ચે ટકરાર જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp