ન તો સુરક્ષા ન કાફલો, મહિલા IAS ઘૂંઘટ કાઢી, દર્દી બની હોસ્પિટલ પહોંચ્યા, પછી...

PC: hindi.news18.com

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ સ્થિત એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ત્યારે હંગામો થયો, જ્યારે જિલ્લાની મહિલા SDM (IAS) કૃતિ રાજ ઓચિંતી તપાસ માટે પહોંચ્યા. SDM દર્દીના વેશમાં તપાસ માટે પહોંચ્યા હતા. સામાન્ય દર્દીઓની જેમ તે પ્રિસ્ક્રિપ્શન લેવા માટે લાઇનમાં ઉભા રહ્યા અને ડૉક્ટરને તપાસ કરાવવા માટે લાઈનમાં ઉભા રહી ગયા હતા. શરૂઆતમાં તો કોઈ તેમને ઓળખી શક્યું ન હતું. પરંતુ જ્યારે ખબર પડી કે ઘૂંઘટમાં આવેલી મહિલા બીજું કોઈ નહીં પણ SDM કૃતિ રાજ ખુદ છે, ત્યારે ત્યાં હાજર કર્મચારીઓ ફફડી ઉઠ્યા હતા. SDM કૃતિ રાજને આરોગ્ય કેન્દ્રમાં ઘણી ખામીઓ જોવા મળી હતી.

હકીકતમાં, ફિરોઝાબાદના SDM સદર કૃતિ રાજ મંગળવારે (12 માર્ચ) ખાનગી રીતે નિરીક્ષણ કરવા માટે દિદામઈમાં શકીલા નઈમ આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતા. તેમણે તેમની કાર હોસ્પિટલથી દૂર છોડી દીધી અને ઘૂંઘટ કાઢીને દર્દીના વેશમાં હોસ્પિટલમાં દાખલ થયા. આવી સ્થિતિમાં કોઈ તેમને ઓળખી શક્યું નહીં.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિરોઝાબાદના સ્વાસ્થ્ય વિભાગમાં અનિયમિતતા, ભ્રષ્ટાચાર અને ખરાબ વર્તનની ફરિયાદો મળી રહી છે. જ્યારે આ ફરિયાદ SDM સદર કૃતિ રાજને મળી, ત્યારે તેમણે તરત જ આ બાબતની નોંધ લીધી અને તેઓ ઓચિંતી તપાસ કરવા નીકળી પડ્યા.

તેમને ફરિયાદ મળી હતી કે, દીદમઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કૂતરા કરડ્યા હોય તેના માટેના ઈન્જેક્શન આપવામાં આવતા નથી. જ્યારે તેઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરવા પહોંચ્યા ત્યારે કારમાંથી નીચે ઉતરતાની સાથે જ તેમણે પોતાના ચહેરાને દુપટ્ટાથી ઢાંકીને સામાન્ય દર્દીની જેમ પ્રિસ્ક્રિપ્શન કઢાવવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા, અને ત્યાં ઉભેલા લોકો સાથે વાત પણ કરી.

 

તેઓ દવાઓ તપાસવા માટે જેવા અંદર ગયા તો તેમને ત્યાં એક્સપાયરી ડેટવાળી ઘણી દવાઓ મળી આવી. દર્દીઓ પ્રત્યે ડોકટરો અને સ્ટાફનું વર્તન પણ ખરાબ હોવાનું જાણવા મળ્યું હતું. SDMને હોસ્પિટલમાં ભારે અરાજકતા જોવા મળી હતી. જેના પર તેમણે કહ્યું કે, તે આ અંગે કડક કાર્યવાહી કરશે.

 

SDM કૃતિ રાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હોસ્પિટલ સ્ટાફ લોકોને ઉભા રાખીને ઈન્જેક્શન આપી રહ્યા હતા. હોસ્પિટલના પલંગ પર ઘણી બધી ધૂળ જામી ગઈ હતી. સ્વચ્છતા બિલકુલ હતી જ નહીં. ડિલિવરી રૂમ અને ટોયલેટમાં પણ ગંદકી જોવા મળી હતી. કર્મચારીઓમાં દરદીઓની સેવા કરવાનો અભાવ જોવા મળ્યો હતો. હાલ તપાસનો રિપોર્ટ જિલ્લા મેજિસ્ટ્રેટને કાર્યવાહી માટે મોકલવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp