વર્લ્ડ કપમાં નેધરલેન્ડની ટીમ માટે આ સ્વિગી ડિલીવરી બોય કરશે બોલિંગ

PC: khelnow.com

ચેન્નઈમાં સ્વિગી ફૂડ ડિલીવરી બોયના રૂપમાં કામ કરનારા લોકેશ કુમારનું નસીબ 48 કલાકમાં બદલાઇ ગયું. 29 વર્ષીય આ ખેલાડીને નેધરલેન્ડે ભારતમાં થનારા ક્રિકેટ વર્લ્ડ કપ માટે નેટ બોલરના રૂપમાં સિલેક્ટ કર્યો છે. નેધરલેન્ડ ક્રિકેટે આ ખબરની પુષ્ટિ સોશિયલ મીડિયા પર કરી છે. લોકેશ કુમાર વર્લ્ડ કપ પહેલા ટીમ શિવિરમાં સામેલ થઇ જશે અને નેધરલેન્ડના બેટ્સમેનોને નેટ પર સ્પિન સામે બેટિંગ કરવાની તૈયારીમાં મદદ કરશે.

લોકેશ કુમાર 2018થી ફૂડ ડિલીવરી એક્ઝિક્યૂટિવના રૂપમાં કામ કરી રહ્યો છે. મંગળવારે ડચ ટીમ દ્વારા 4 નેટ બોલરોમાંથી એકના રૂપમાં સિલેક્ટ કરવામાં આવ્યો છે. નેધરલેન્ડ ક્રિકેટથી સોશિયલ મીડિયા પર થોડા દિવસ પહેલા જ એક જાહેરાત કાઢવામાં આવી હતી. જેમાં તેને ભારતમાં થનારા વર્લ્ડ કપ અભ્યાસ માટે ભારતીય નેટ બોલરોની જરૂરત હતી. લેફ્ટ હેન્ડના ફાસ્ટ બોલરથી ચાઇનામેન બનેલા લોકેશનું સિલેક્શન નેધરલેન્ડ મેનેજમેન્ટ દ્વારા ભારતના લગભગ 10 હજાર બોલકોના આંકલન પછી કરવામાં આવ્યું. લોકેશનું માનવું છે કે, એક નેટ બોલરના રૂપમાં હવે તેની પ્રતિભાને ઓળખ મળશે.

આ ખબર પછી લોકેશનું ખુશ થવું સ્વાભાવિક છે. જોકે એ તમામ લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમનામાં ટેલેન્ટ તો છે પણ કોઇ કારણસર તેમને તક મળી નથી. લોકેશ પોતે IPLમાં પોતાનું નસીબ અજમાવવા માગે છે. એવામાં તેની આ ઉપલબ્ધિ તેની IPLની રાહને કેટલી સરળ બનાવે છે તે જોવાનું રહેશે.

લોકેશે પોતાના સિલેક્શન વિશે વાત કરતા કહ્યું કે, આ મારા કરિયરની સૌથી અનમોલ ક્ષણોમાંથી એક છે. હું હજુ સુધી ટીએનસીએ થર્ડ ડિવિઝન લીગમાં પણ રમ્યો નથી. ચાર વર્ષ સુધી હું પાંચમા ડિવીઝનમાં રમ્યો અને મેં હાલની સીઝન માટે ચોથા ડિવિઝન સંગઠન ઈન્ડિયન ઓઇલ એસ એન્ડ આરસી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. નેધરલેન્ડ દ્વારા નેટ બોલરના રૂપમાં સિલેક્ટ થયા પછી મને લાગે છે આખરે મારી પ્રતિભાને ઓળખ મળી છે.

લોકેશ આગળ કહે છે, નેધરલેન્ડની ટીમે ખુલ્લા દિલથી મારું સ્વાગત કર્યું છે. ખેલાડીઓએ અમને કહ્યું કે ડર્યા વિના કામ કરો. આ તમારી ટીમ છે. મને પહેલાથી જ લાગવા લાગ્યું કે હું ડચ પરિવારનો હિસ્સો છું. મને વિશ્વાસ છે કે હું શિવિર માટે જગ્યા બનાવી લઇશ. નેધરલેન્ડને એક મિસ્ટ્રી સ્પિનરની જરૂરત હતી. માટે મેં અરજી કરવાનું મન બનાવી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp