બ્રાહ્મણોનું અપમાન કરનારના આખા કુળનો નાશ થઈ જાય છેઃ પૂર્વ DGP
બિહારના પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે આપત્તિજનક અને જાતિવાદી ટિપ્પણી કરતા નજરે પડી રહ્યા છે. વીડિયોમાં ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે, કોઈએ પણ બ્રાહ્મણનું અપમાન ન કરવું જોઈએ. શાસ્ત્રોનો સંદર્ભ આપતા તેમણે કહ્યું કે, જો બ્રહ્માણને પરેશાની થઈ અને તેણે શ્રાપ આપ્યો તો આખા કુળનો નાશ થઈ જાય છે. ગુપ્તેશ્વર પાંડે બિહારના મધેપુરામાં આયોજિત એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, બ્રાહ્મણનું અપમાન થઈ જાય છે તો બ્રાહ્મણ શ્રાપ આપે છે.
બ્રાહ્મણના હૃદયમાં જો પરેશાની થઈ ગઈ તો આખા કુળનો નાશ થઈ જાય છે. બ્રાહ્મણના ક્રોધથી બચવું જોઈએ. શાસ્ત્રોમાં લખ્યું છે કે ભલે તમે નજરે પડતું હોય બ્રાહ્મણ મોટો અધમ છે, નીચ છે, પતિત છે, પરંતુ પૂર્વ જન્મની તેની તપસ્યા છે, ત્યારે તેનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો છે. એ ન ભૂલતા. બ્રાહ્મણનું અપમાન ભૂલથી પણ ન કરવું જોઈએ. આજકલના લોકો માનતા નથી. કોઈ વાંધો નહીં.’ વીડિયો વાયરલ થયો તો સોશિયા મીડિયા યુઝર્સની પ્રતિક્રિયા સામે આવી છે.
"ब्राह्मण कितना भी अधम हो, पतित हो, नीच हो, अन्यायी हो, अत्याचारी हो उसका अपमान नहीं करना चाहिए।" - गुप्तेश्वर पांडे, पूर्व डीजीपी बिहार
— Tribal Army (@TribalArmy) December 23, 2023
हम बिहार सरकार से मांग करते है कि गुप्तेश्वर पांडे द्वारा जितने भी केस बरी किए गए उनकी जांच होनी चाहिए निश्चित रूप से इसने अन्याय किया है। pic.twitter.com/doFlvvgN16
બિહાર સરકાર પાસે માગ કરવામાં આવી છે કે ગુપ્તેશ્વર પાંડેના કાર્યકાળ દરમિયાન જેટલા આરોપીઓ છૂટ્યા હશે, તેમની તપાસ થવી જોઈએ. યુઝર્સે સવાલ ઉઠાવ્યા કે આ માનસિકતા સાથે બિહાર પોલીસના મોટા અધિકારી તરીકે તેમણે કેવા નિર્ણય લીધા હશે. ઉલ્લેખનીય છે કે ગુપ્તેશ્વર પાંડે વર્ષ 2020માં બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ દરમિયાન સમાચારોમાં આવ્યો હતા. ત્યારબાદ તેમણે બિહાર વિધાનસભાની ચૂંટણીથી બરાબર પહેલા વૉલંટરી રિટાયરમેન્ટ (VRS) લઈ લીધું હતું.
ये बिहार के पूर्व IPS गुप्तेश्वर पांडे है जिनकी सोच इस कदर ओच्छी है जो कह रहे हैं
— Jitender Chaudhary (@JituChaudhary25) December 24, 2023
"ब्राह्मण भले ही बड़ा नीच हो
बड़ा अधम ,बड़ा पतित हो कुछ भी ब्राह्मण के क्रोध से बचना चाहिए
जो व्यक्ति आज संत बनकर ये व्यक्ति ऐसी बातें कर रहा है तो अगर ऐसे व्यक्ति जब वर्दी एवं जिम्मेदार पद पर… pic.twitter.com/XQ6Iu5QI6h
ત્યારબાદ તેઓ JDUમાં સામેલ થઈ ગયા હતા, પરંતુ તેમને પાર્ટીએ ટિકિટ ન આપી. એવા સમાચાર આવ્યા કે તેઓ બક્સર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડવા માગતા હતા. પૂર્વ DGPએ વર્ષ 2009માં પણ કંઈક એવું જ કર્યું હતું. પોલીસમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું હતું. એ આશામાં કે તેઓ બક્સરથી ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડશે. પછી 9 મહિના બાદ તેમણે બિહાર સરકારને કહ્યું કે, તેઓ પોતાનું રાજીનામું પાછું લેવા માગે છે. નીતિશ સરકારે તેમનું રાજીનામું પણ પરત કરી દીધું અને ગુપ્તેશ્વર પાંડે ફરીથી પોલીસ સાથે કામ કરવા લાગ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp