અમે ક્યારેય.., ‘લા પતા જેન્ટલમેન આ ગયે’ના આરોપો પર ચૂંટણી કમિશનરે આપ્યો જવાબ

PC: indiatoday.in

ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીના પરિણામોના એક દિવસ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરીને 7 ચરણોની ચૂંટણી પ્રક્રિયા બાબતે વાત કરી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, સોશિયલ મીડિયા પર તમે ‘લાપતા જેન્ટલમેન વાપસ આ ગયે’ મીમ્સ જોયા હશે, પરંતુ અમે બતાવવા માગીએ છીએ કે અમે ક્યારેય ગુમ થયા નહોતા. અમે 4Msની વાત હતી. ભારતમાં 642 મિલિયન મતદાતા છે. આ સંખ્યા વિશ્વના 27 દેશોના વૉટર્સથી 5 ગણી છે. આ ચૂંટણીમાં 64 કરોડ કરતા વધુ લોકોએ મતદાન કર્યું. આપણે આ ચૂંટણીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

તેમણે કહ્યું કે, અમે ભારતના મતદાતાઓને સ્ટેન્ડિંગ ઓવશન આપીએ છીએ. અમે વૃદ્ધોના ઘરે જઈને તેમના વોટ લીધા છે. 85 વર્ષથી ઉપરના ઉંમરવાળા મતદાતાઓએ ઘરે બેસીને વોટ આપ્યા. 1.5 કરોડ મતદાન અને સુરક્ષા કર્મીઓની અવરજવર માટે 135 વિશેષ ટ્રેન, 4 લાખ વાહનો અને 1692 ફ્લાઇટ્સનો ઉપયોગ કર્યો. 68,763 મોનિટરિંગ રૂમ ચૂંટણીની દેખરેખમાં લાગ્યા હતા. ભારતીય ચૂંટણી પંચની સફળતાના વિસ્તારનો ઉલ્લેખ કરતા રાજીવ કુમારે બધાનો આભાર માન્યો.

તેમણે કહ્યું કે, મોટી બ્રાન્ડથી લઈને સ્ટાર્ટઅપ સુધી, બધાએ સ્વેચ્છાથી યોગદાન આપ્યું. મતદાન કર્મચારીઓ સામે આવતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતા રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક વીડિયો દેખાડ્યો. પછી તેમણે કહ્યું કે, મતદાનકર્મી કેટલી મુશ્કેલીઓનો સામનો કરીને વોટ કરાવવા જાય છે, જ્યારે તેમની નિષ્ઠા પર સવાલ ઉઠાવવામાં આવે છે તો વિચારો તેમના દિલ પર શું વિતતી હશે. જમ્મુ-કાશ્મીરમાં 4 દશકમાં સર્વોચ્ચ મતદાન થયું. વેલીમાં 58.58 ટકા અને જમ્મુમાં 51.05 ટકા મતદાન થયું છે.

રાજીવ કુમારે કહ્યું કે, અમે આ જ પાયા પર આગળ વિધાનસભાની ચૂંટણી કરાવવાનું નક્કી કર્યું છે. મણિપુરમાં પણ સફળતાની કહાની લખવામાં આવી. રાજીવ કુમારે ચૂંટણી ડ્યૂટી કરી રહેલા કર્મચારીઓ માટે શાયરી વાંચી- ‘ગુલશન કી ખૂબસૂરતી ફૂલો સે હૈ, માલી કી બાત કૌન કરતા હૈ, લોકતંત્ર મેં જીત હાર જરૂરી હૈ, તુમ્હારી બાત કૌન કરતા હૈ.’ તેમણે આગળ કહ્યું કે, તમને યાદ હશે કે પહેલા ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે પૈસા અને સામાન વહેંચાતા હતા. આ વખત ન તો ક્યાંય સાડી વહેંચાઈ, ન કુકર વહેંચાયા, ન દારૂ અને ન પૈસા વહેચાયા.

છૂટક ઘટનાઓને છોડી દઈએ તો આખા દેશમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી. કોઈ એવું ન બચ્યું જેમનો હેલિકોપ્ટર ચેક ન થયો હોય. ચૂંટણી અધિકારીઓને અમારા તરફથી સંદેશ હતો કે પોતાનું કામ કરવાનું છે, કોઇથી ડરવાનું નથી. તેનું જ પરિણામ છે કે 10 હજાર કરોડની રકમ પકડાઈ, જે વર્ષ 2019માં જપ્ત કરવામાં આવેલી રકમની લગભગ 3 ગણી વધારે છે. આ તૈયારી પાછળ 2 વર્ષની સખત મહેનત છે. તમને આ બધુ બતાવવાનો અર્થ હતો કે ક્યાંક અમારી મહેનત ગુમ ન થઈ જાય.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, આ IPL દરમિયાન મતદાનને લઈને લોકો વચ્ચે જાગૃતિ ફેલાવવામાં આવી. સચિન તેંદુલકર અને અન્ય મોટા સેલિબ્રિટીઓએ ચૂંટણી જાગૃતિમાં અમારી મદદ કરી. અમે 26 સ્પેશિયલ પોલિંગ સ્ટેશન બનાવીને લોકોને મતદાન કરવાનું શીખવ્યું. આ વખત માત્ર 39 જગ્યાઓ પર રી-પોલિંગની જરૂરિયાત પડી. જ્યારે 2019માં 540 બૂથો પર રી-પોલિંગ થઈ હતી. 64 કરોડ કરતા વધુ મતદાતાઓએ ઉદાસીનતાની જગ્યાએ હિસ્સેદારી પસંદ કરી. શંકાની જગ્યાએ વિશ્વાસને પસંદ કર્યો અને કેટલાક મામલામાં ગોળીની જગ્યાએ બેલેટને પસંદ કર્યા.

તેમણે કહ્યું કે, અમે લોકતંત્રના આ ઉત્સવમાં ભાગ લેનાર દરેક મતદાતાનો આભાર માનીએ છીએ. એવું પહેલી વખત છે જ્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે સામન્ય ચૂંટણીની મતગણતરી અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરી છે. 1952થી લઈને અત્યાર સુધી કોઈ પણ લોકસભા ચૂંટણી દરમિયાન પંચે મતદાન બાદ કે પરિણામ અગાઉ ચૂંટણી પંચે 16 માર્ચે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જએ દિવસે 2024ની લોકસભાની ચૂંટણી અને 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તરીખોની જાહેરાત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ વખત દેશમાં સામાન્ય ચૂંટણી 7 ચરણોમાં સંપન્ન થઈ. ક્રમશઃ 19, 26 એપ્રિલ, 7, 15, 20, 25 મે અને 1 જૂને દેશના વિભિન્ન રાજ્યોમાં મતદાન થયું. પરિણામ 4 જૂને આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp