ભિક્ષુકો માટે નવી બોલેરો કાળ બની ગઈ, પંડિતે તેને નારિયેળ પર ચઢાવવા કહ્યું અને...

PC: aajtak.in

કેટલાક લોકો ઈટાવાના સિદ્ધ પીઠ કાલી મંદિરમાં તેમની નવી કારની પૂજા કરાવવા માટે આવ્યા હતા. વાહનને નાળિયેરની ઉપરથી ચલાવતી વખતે અકસ્માત સર્જાયો હતો. બોલેરો કાબૂ બહાર થઇ ગઈ હતી અને નજીકમાં બેઠેલા બે ભિક્ષુકો પર ચડી ગઈ હતી. એક ભિક્ષુકનું ત્યાં જ મોત થયું હતું, જ્યારે તેની બહેન ઘાયલ થઈ હતી.

UPના ઇટાવામાં એક પરિવારે નવી બોલેરો કાર ખરીદી. પરિવારના કેટલાક સભ્યો તેમની કાર લઈને શહેરના પ્રખ્યાત સિદ્ધ પીઠ કાલી મંદિરે પૂજા કરવા પહોંચ્યા હતા. પૂજા પૂરી થયા પછી, પંડિતે ગાડીના પૈડાની આગળ નાળિયેર મૂકતાની સાથે જ ગાડી અનિયંત્રિત થઈને મંદિરની સામે ભીખ માંગી રહેલા બે લોકોને કચડીને આગળ નીકળી ગઈ. ગાડીની અડફટે આવેલા એક ભિક્ષુકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજી મહિલા ભિક્ષુક ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મહિલા ભિક્ષુકનો આરોપ છે કે, બોલેરોનો ચાલક દારૂના નશામાં હતો. પોલીસે કારચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના બુધવારે રાત્રે 8.30 વાગ્યે બની હતી. પૂજા દરમિયાન ડ્રાઈવરે કાર સ્ટાર્ટ કરતા જ તે કાર નજીકમાં બેઠેલા બે ભિક્ષુકો પર ઝડપથી ચડી ગઈ. અકસ્માતમાં 50 વર્ષીય ભિક્ષુક કુંવર સિંહનું મોત થયું છે, જ્યારે 60 વર્ષીય ભિક્ષુક નિર્મલા દેવી ગંભીર રીતે ઘાયલ છે. બંને ભાઈ બહેન છે.

પોલીસે કારની પૂજા કરાવનાર પૂજારીને ભવિષ્યમાં તે જગ્યાએ પૂજા ન કરાવવા સૂચના આપી હતી. પૂજારીને જ્યાં ભીખ માગતા લોકો બેઠા હોય ત્યાંથી દૂર વાહનની પૂજા કરાવવા માટે કહેવામાં આવ્યું. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વૃદ્ધ ભિક્ષુક નિર્મલા દેવીએ આક્ષેપ કર્યો હતો કે, બોલેરો વાહનનો ચાલક નશામાં હતો. આથી તે કારને સ્ટાર્ટ કરતાની સાથે જ તેને કાબૂમાં રાખી શક્યો નહીં. બોલેરો તેને અને તેના ભાઈને કચડીને આગળ નીકળી ગઈ હતી. જ્યાં સુધી તેના ભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

SP સિટી કપિલ દેવ સિંહે જણાવ્યું કે, દુર્ઘટના બુધવારે રાત્રે 8.30 કલાકે થઈ હતી. અમે ડ્રાઇવરને કસ્ટડીમાં લીધો છે. વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp