PM મોદીએ નવી સંસદ બનાવી, હવે CM યોગી જાણો શું કરવાના છે

PC: upcmo.up.nic.in

દિલ્હીમાં નવા સંસદ ભવનની જેમ હવે ઉત્તર પ્રદેશમાં પણ નવી વિધાનસભા બનાવવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતી પર નવા વિધાનભવનની આધારશિલા રાખી શકાય છે. તેના નિર્માણ કાર્યમાં લગભગ 3 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે. આ નવા ભવનનું નિર્માણ નિરામન દારૂલશફા અને આસપાસના વિસ્તારને ભેગા કરીને થશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાજ્યની યોગી સરકાર રાજધાની લખનૌમાં નવી વિધાનસભા બનાવશે.

ડિસેમ્બર 2023માં તેની આધારશિલા રાખી શકાય છે અને વર્ષ 2027થી અગાઉ તેનું નિર્માણ કાર્ય પણ પૂરું કરી લેવામાં આવશે. સરકાર 25 ડિસેમ્બર 2023ના રોજ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે તેનો શિલાન્યાસ કરાવવા માગે છે. હાલની વિધાનસભાની બિલ્ડિંગ લગભગ 100 વર્ષ જૂની છે. તે લખનૌના હજરતગંજમાં સ્થિત છે. જ્યારે વિધાનસભાની કાર્યવાહી ચાલે છે તો જગ્યા ઓછી હોવાના કારણે આસપાસ ટ્રાફિક જામની સમસ્યાથી ઝઝૂમવું પડે છે.

ભવિષ્યમાં સભ્યોની સંખ્યા અને અન્ય જરૂરિયાતોને જોતા પણ નવા વિધાનસભાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. ભવિષ્યમાં થનારા સીમાંકનને જોતા હાલની વિધાનસભા ખૂબ નાની સાબિત થશે. એવામાં યોગી સરકારનું લક્ષ્ય છે કે 18મી વિધાનસભાના ઓછામાં ઓછું એક સત્રનું આયોજિન નવી વિધાનભાવનમાં થાય. હાલનુ વિધાનભવનનું ઉદ્વઘાટન 1928માં થયું હતું. તો નવા બનવા જઈ રહેલા વિધાનભવનનું ઉદ્વઘાટન 2027 અગાઉ કરવાનું લક્ષ્ય છે. નવા વિધાનભવનનો પ્રસ્તાવ પહેલા જ પાસ થઈ ચૂક્યો છે.

વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાનાએ જણાવ્યું કે, આ તેમની ઈચ્છા છે કે જલદી જ નવી વિધાનસભા ઉત્તર પ્રદેશને મળે. તેમનું કહેવું છે કે આ સરકારનું કામ છે અને અત્યાર સુધી તેમને તેની બાબતે સૂચિત કરવામાં આવ્યા નથી, પરંતુ તેઓ નવી વિધાનસભા બનવાની રાહ જોઈ રહ્યા છે.

દિલ્હીમાં બનેલા નવા સંસદ ભવનનું કામકાજ 19 સપ્ટેમ્બર (મંગળવાર)થી શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2020માં નવા સંસદ ભવનની આધારશિલા રાખી હતી. પછી તેમણે 28 મે 2023ના રોજ તેનું ઉદ્વઘાટન કર્યું. 3 વર્ષ કરતા ઓછા સમયમાં નવી સંસદ બનીને તૈયાર થઈ ગઈ. સંસદની 4 માળની ઇમારત 64,500 વર્ગ મીટરમાં ફેલાયેલી છે. તેને બનાવવામાં લગભગ 1,200 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. નવી સંસદમાં તમામ હાઈટેક સુવિધાઓથી લેસ છે. નવા સંસદ ભવનમાં લોકસભા કક્ષમાં 888 સભ્યો અને રાજ્યસભા કક્ષમાં 300 સભ્યોના બેસવાની વ્યવસ્થા છે. જો બંને સદનોની સંયુક્ત બેઠક થાય છે તો લોકસભા કક્ષમાં કુલ 1280 સભ્યોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp