FIR નોંધાવવા પોલીસ સ્ટેશન નહીં જવું પડે, ઘરે પહોંચીને પણ સેવા આપશે પોલીસ

PC: indiaspend.com

ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને ભારતીય સાક્ષ્ય સંહિતા (BSA) 1 જુલાઈથી આદેશમાં પ્રભાવી થઈ ગયા છે. તેની એન્ટ્રી સાથે જ પ્રક્રિયામાં મોટા સ્તર પર બદલાવ થવાના છે. જેમ કે જો કોઈ વ્યક્તિએ FIR નોંધાવવી હોય, તો તેણે પોલીસ સ્ટેશન નહીં જવું પડે. સાથે જ તપાસ અને જપ્તી કરવા દરમિયાન વીડિયોગ્રાફી કરવી પડશે.

કેવી રીતે કરવી શકાય FIR?

નવા કાયદા હેઠળ હવે FIR નોંધવવા માટે વ્યક્તિગત રૂપે પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂરિયાત નહીં હોય. ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન એટલે કે ફોન કે મેસેજના માધ્યમથી પણ આ કામ થઈ શકશે. આ નવી વ્યવસ્થા હેઠળ ગુનાની તાત્કાલિક રિપોર્ટિંગ અને પોલીસને તેજીથી કાર્યવાહી કરવામાં મદદ મળશે. Zero FIR આવ્યા બાદ હવે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પોલીસ સ્ટેશનથી FIR નોંધાવી શકશે.

સાક્ષીઓની સુરક્ષા:

નવા કાયદામાં રાજ્ય સરકારોને સાક્ષીઓને લઈને પણ સખત નિર્દેશ આપવામાં આવ્યા છે. એ હેઠળ રાજ્યમાં સાક્ષીઓની સુરક્ષા માટે યોજના લાગૂ કરવી પડશે, જેથી કાયદાકીય કાર્યવાહીમાં ભરોસો વધે અને કાયદાનો સાથ આપી રહેલા વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. પીડિત વ્યક્તિને વધુ સુરક્ષા આપવા તેમજ દુષ્કર્મના કોઈ ગુનાના સંબંધમાં તપાસમાં પરદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે પીડિતાનું નિવેદન પોલીસ દ્વારા ઓડિયો-વીડિયોના માધ્યમથી નોંધવાવમાં આવશે.

આ લોકોને પોલીસ સ્ટેશન જવાથી છૂટ

PTIના રિપોર્ટ મુજબ, મહિલાઓ, 15 વર્ષ કરતા ઓછી ઉંમરના લોકો, 60 વર્ષની ઉંમરથી વધુ લોકો તેમજ દિવ્યાંગ કે ગંભીર બીમારીથી પીડિત લોકોને પોલીસ સ્ટેશન આવવાથી છૂટ આપવામાં આવશે અને તેઓ પોતાના નિવાસ સ્થાન પર જ પોલીસ સહાયતા પ્રાપ્ત કરી શકે છે. નવા કાયદાઓ હેઠળ પીડિતોને 90 દિવસની અંદર પોતાના કેસની પ્રગતિ પર નિયમિત રૂપે જાણકારી મેળવવાનો અધિકાર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp