ખાસ સેફ્ટી ફીચર્સની સાથે આવી રહી છે નવી સ્વિફ્ટ, મળશે આ સુવિધા

PC: spinny.com

મારુતિ સ્વિફ્ટનો નવો અવતાર ટૂંક સમયમાં બજારમાં લોન્ચ થવા જઇ રહ્યો છે. આ સ્વિફ્ટનું ફોર્થ જનરેશન મોડલ છે. જેને હાલમાં જ સુઝુકીએ જાપાન મોબિલિટી શોમાં દુનિયાની સામે રજૂ કર્યું હતું. થોડા દિવસો પહેલા નવી મારુતિ સુઝુકી સ્વિફ્ટને ભારતમાં પણ ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવી છે. જોકે આખી કારને સંપૂર્ણ રીતે કેમોફ્લેજ કરવામાં આવી હતી. તેમ છતાં કારથી જોડાયેલ અમુક જાણકારીઓ સામે આવી છે.

નવા સ્પાઈ શોટ્સ અનુસાર, સ્વિફ્ટના આઉટ સાઇડ રિયર વ્યૂ મિરર પર લાઈટ્સ આપવામાં આવી છે. જેનાથી ક્લિઅર છે કે આમાં બ્લાઇન્ડ સ્પોટ વોર્નિંગ પણ આપવામાં આવશે. હાલના સમયમાં આ ફીચર મારુતિ સ્વિફ્ટ સેગમેન્ટની અન્ય કોઇ કારમાં આપવામાં આવ્યો નથી. જોકે હોન્ડા સિટી જેવી પ્રીમિયર રેન્જની કારોમાં આ ફીચર જરૂર જોવા મળે છે.

જાપાનમાં જે નવી સ્વિફ્ટ રજૂ કરવામાં આવી છે, તે હાઈબ્રિડ વર્ઝન છે. આ ઉપરાંત આ કારમાં એડવાન્સ ડ્રાઈવિંગ અસિસ્ટેંસ સિસ્ટમ જેવા ફીચર પણ આપવામાં આવ્યા છે. જોકે, ભારતીય મોડલમાં આ ફીચર મળવાની ઓછી આશા છે.

નવી સ્વિફ્ટમાં કંપની 1.2 લીટરની ક્ષમતાનું Z સીરિઝનું એન્જિન વાપરવામાં આવી રહ્યું છે. જોકે અત્યાર સુધી K-સીરિઝના એન્જિન સાથે આવે છે. નવા એન્જિનની સાથે જ આ કારમાં સારા માઇલેજની પણ આશા છે.

જો કંપની આના હાઈબ્રિડ વેરિયન્ટને ભારતીય બજારમાં લોન્ચ કરે છે, તો આ દેશની સૌથી વધારે માઇલેજ આપતી કાર બની શકે છે. જેને લઇને દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ કાર 35 થી 40 કિમી સુધીનું માઇલેજ આપશે.

અમુક અન્ય ફીચર્સની વાત કરીએ તો આના કોન્સેપ્ટ મોડલમાં 360 ડિગ્રી કેમેરો, 6 એયરબેગ્સ, ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક્સ, 9 ઈંચનું ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ વગેરે દેખાડવામાં આવ્યું છે.

જોકે હવે નવી સ્વિફ્ટની ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવી છે અને તે ઘણા હદ સુધી પ્રોડક્શન રેડી મોડલ લાગી રહ્યું છે, એવામાં આશા કરવામાં આવી રહી છે કે, આને વર્ષ 2024ની શરૂઆતમાં લોન્ચ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp