દેશભરમાં 1 જુલાઈથી પોલીસને લગતા નવા કાયદા લાગૂ પડશે
1લી જુલાઇથી એટલે કે સોમવારથી દેશભરમાં પોલીસને લગતા નવા કાયદા લાગૂ પડશે. 51 વર્ષ જૂના CRPCને બદલે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા લાગૂ થવા જઇ રહી છે.
પહેલા તમારે FIR નોંધાવવા માટે પોલીસ સ્ટેશને જવું પડતું હતું હવે નવા કાયદા મુજબ ગંભીર ગુનાઓમાં પણ તમે E- FIR ઘરે બેઠા બેઠા પણ કરી શકશો. ફરિયાદીએ 3 દિવસ પછી FIRની કોપી પર સહી કરવા જવું પડશે.
પહેલા FIRની કોપી મેળવવામાં ફરિયાદીને મુશ્કેલી પડતી હવે દસ્તાવેજો સાથે પેન ડ્રાઇમાં પણ કોપી મળી શકશે. પહેલાં પોલીસો અમારા ક્ષેત્રમાં નથી લાગતું એમ કહીને ફરિયાદ લેવાનું ટાળી દેતા હતા, હવે કોઇ પણ વિસ્તારની ફરિયાદ બીજા પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ શકશે. FIR લેવાનો ઇન્કાર કરનાર પોલીસને સસ્પેન્ડ કરવાની જોગવાઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp