સોનાના સિક્કામાં હજુ શું મોટું સામે આવશે? આરોપી પોલીસની નાર્કો ટેસ્ટ માટે 'ના'

PC: indianexpress.com

મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના ચર્ચિત સોનાના સિક્કા કાંડમાં હવે નવો વળાંક આવ્યો છે. સોંડવા પોલીસ્ટેશનના ઈન્ચાર્જ સહિત 3 અન્ય આરોપી પોલીસકર્મીઓએ અમદાવાદની એક લેબોરેટરીમાં નાર્કો ટેસ્ટ, બ્રેન મેપિંગ ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ કરવાની ના પાડી દીધી છે. પોલીસ આરોપીઓને લઇ 16 ઓક્ટોબરે અમદાવાદ પહોંચી હતી.

આની વચ્ચે ઈંદોર હાઈકોર્ટે આરોપી ટીઆઈ સહિત 3 પોલીસકર્મીઓની અરજી પર સુનાવણી બાદ નિર્ણય આપ્યો કે અલીરાજપુર પોલીસ નાર્કો સહિત અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણો માટે આરોપી પોલીસકર્મીઓની સંમતિ લેવાનો પ્રયાસ કરે અને ત્યાર બાદ આગળના ટેસ્ટ કરાવે.

એસપી અલીરાજપુર રાજેશ વ્યાસે જણાવ્યું કે, પહોલી ટીઆઈને છોડીને 3 પોલીસકર્મીઓએ નાર્કો-પોલીગ્રાફ ટેસ્ટની સંમતિ આપી હતી પણ પછી ફરી ગયા. અમે હવે ફરીથી સંમતિ લેવાનો પ્રયાસ કરીશું.

આ સોનાના સિક્કા કાંડમાં હવે પીડિતા રમકુબાઈએ પોલીસ DPG સહિત મધ્ય પ્રદેશના હોમ મિનિસ્ટરને એક પત્ર મોકલી CBI તપાસની માગ કરી છે. રમકુબાઈ અનુસાર, આ કેસમાં પહેલા દિવસથી જ પોલીસ આરોપીઓને મદદ કરી રહી છે. પોલીસ રિમાન્ડમાં પણ લૂંટવામાં આવેલા સોનાના સિક્કા પ્રાપ્ત કરી શકી નહીં.

પોતાની ફરિયાદમાં પીડિતાએ લખ્યું કે, આરોપી પોલીસકર્મી છે અને તેઓ બધા દાંવપેચ જાણે છે કે ગુનાથી કઇ રીતે બચી શકાય. સાથે જ સ્થાનીય પોલીસ પણ મળેલા છે. માટે હવે વિશ્વાસ નથી કે ન્યાય મળશે. માટે CBI તપાસ કરવામાં આવે. તો જ સિક્કા પાછા મળશે અને દોષીઓને સજા મળશે.

મામલો શું છે

અલીરાજપુર જિલ્લાના સોંડવા સિક્કા ચોરી કાંડ મધ્ય પ્રદેશની સાથે જ દેશમાં ચર્ચિત છે. આરોપ છે કે અહીંના પોલીસ સ્ટેશનના ટીઆઈ વિજય દેવડાએ પોતાના ત્રણ પોલીસકર્મીઓ સાથે મળીને બેજડા ગામની રમકુબાઈ અને તેના જેઠના ઘરેથી 240 બ્રિટિશકાળના સિક્કા ધમકાવીને પચાવી લીધા. પોલીસે રોજિંદી તપાસમાં દારૂ પકડવા માટે બેજડા ગામ જવાનું કહ્યું હતું.

આ ઘટના 19 જુલાઈની છે. આરોપીઓ સામે ધારા 379, 392, 452, 294, 166એ, 420 અને 409 IPCની ધારા હેઠળ કેસ દાખલ કર્યો હતો. FIRના 36 દિવસ બાદ આરોપી પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી પણ એક પખવાડિયાની રિમાન્ડ છતાં પોલીસ આરોપીઓ પાસેથી કશું પણ કબૂલ કરાવી શકી નહીં અને સિક્કા પણ મેળવી શકી નહીં.

જણાવીએ કે, પીડિતા રમકુબાઈ અને તેના પરિવારને આ સોનાના સિક્કા ગુજરાતના બીલીમોરાના એક જૂના મકાનમાં મજૂરી કામ કરતા સમયે મળી આવ્યા હતા. ભારતીય બજારમાં ચોરી કરવામાં આવેલા સિક્કાની કિંમત લગભગ 1 કરોડ તો આંતરરાષ્ટ્રીય હેરિટેજ બજારમાં આની કિંમત 7 કરોડની આસપાસની આંકવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp