22 જાન્યુઆરીના રોજ નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નહીં અપાશે, આ છે કારણ

PC: thehansindia.com

નિર્ભયા ગેંગરેપના દોષી મુકેશ કુમારની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. દોષી મુકેશ ડેથ વોરંટ પર રોક લાવવાની વાત કરી છે. મુકેશે કહ્યું છે કે, તેની દયા અરજી હજુ રાષ્ટ્રપતિની પાસે પડી છે, માટે ડેથ વોરંટને રદ્દ કરવામાં આવે. સુનાવણી દરમિયાન દિલ્લી ASG અને દિલ્હી સરકારના વકીલે કહ્યું કે, નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપી શકાશે નહીં. રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી પર નિર્ણય આવી ગયા પછી દોષિતોને 14 દિવસનો સમય આપવો પડશે.

મુકેશ તરફથી વકીલ રિબાકા જૉન કેસ લડી રહી છે. મંગળવારે મુકેશની ક્યૂરેટિવ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. 18 ડિસેમ્બરે તિહાડ જેલ ઓથોરિટીએ દરેક દોષિતોને નોટિસ જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે, તમે ઈચ્છો તો 7 દિવસની અંદર દયા અરજી દાખલ કરાવી શકો છે. વીડિયો કોન્ફરન્સ દરમિયાન 2 દોષી તરફથી કહેવામાં આવ્યું હતું કે તેમના કેસની યોગ્ય સુનાવણી નથી થઈ રહી માટે તેના પર ધ્યાન આપવું જોઈએ.

મુકેશની વકીલ રિબાકા જૉને કહ્યું કે, 7 જાન્યુઆરીના રોજ ટ્રાયલ કોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવેલો તે લાગૂ નથી કરવામાં આવ્યો. જો અમે 18 ડિસેમ્બર ના આદેશ પર દયા અરજી દાખલ કરવા માટે 7 દિવસની નોટિસ આપીએ તો 25 ડિસેમ્બર તે સમાપ્ત થઈ જાત. પણ 30 તારીખના રોજ દોષીને મળવાની અનુમતિ મળી અને તેણે ક્યૂરેટિવ અરજી દાખલ કરવાની ઈચ્છા જાહેર કરી.

સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી પાસેથી કાગળો મળ્યા બાદ 2 દિવસની અંદર ક્યૂરેટિવ અરજી દાખલ કરવામાં આવી. ક્યૂરેટિવ અરજી ફગાવી દીધા બાદ દયા અરજી દાખલ કરવા માટે અમે 1 દિવસની રાહ પણ ન જોઈ. હું રાષ્ટ્રપતિના આવેદન પર વિચાર કરવાનું કહી રહી છું. દયા અરજી રાષ્ટ્રપતિનું બંધારણીય કર્તવ્ય છે.

આના પર હાઈકોર્ટે કહ્યું કે, તમારી અપીલ એપ્રિલ 2017માં ફગાવી દેવામાં આવી હતી. ત્યારે પણ તમે અઢી વર્ષ સુધી રાહ જોઈ. એક સમીક્ષા અરજી પણ દાખલ નહીં કરી. કોઈ ક્યૂરેટિવ પણ ફાઈલ ન કરી. શું તમને તે દાખલ કરવા માટે રોકવામાં આવ્યા? કોર્ટે કહ્યું કે, કોઈ ડેથ વોરંટ જાહેર થઈ ગયા સુધીમાં દયા અરજી દાખલ કરવાની રાહ કેમ કરશે. દોષિતોને કોર્ટ જવા માટે સારો એવો સમય આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp