નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપતી વખતે, જલ્લાદ જ બેહોશ થઈ જાય તો...

PC: independent.co.uk

નિર્ભયા ગેંગરેપના દોષિતોને ફાંસી પર લટકાવતી વખતે જલ્લાદ જ બેભાન થઈ જાય તો પછી શું થશે? આ વાતની આશંકાને પગલે તિહાડ જેલમાં વૈકલ્પિક પ્રબંધ કરવામાં આવી રહ્યા છે. જોકે, જેલ સુત્રોનું કહેવું છે કે, આ વાતનો ડર એકદમ ઓછો છે કે જલ્લાદ જ બેભાન થઈને પડી જાય.

રિપોર્ટ અનુસાર, મેરઠથી પવન જલ્લાદ નિર્ભયાના દોષિતોને ફાંસી આપવા માટે આવશે અને તેમના માટે પણ ફાંસી આપવાનો આ પહેલો અનુભવ રહશે. આ પહેલા સુધી તેમણે માત્ર ફાંસી આપવામાં પોતાના દાદાની મદદ કરી છે. એવામાં એ આશંકાને નકારી ન શકાય કે, ફાંસી આપતી વખતે જ જલ્લાદના હાથ ધ્રુજવા માંડે.

સુત્રોના જણાવ્યા અનુસાર, ચારેય આરોપીઓને ફાંસી પર લટકાવતા પહેલા દરેક પ્રકારની આશંકાઓ વિશે વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે. આ કારણે વારંવાર ટ્રાયલ પણ કરવામાં આવી રહી છે અને જલ્લાદને પણ બે દિવસ પહેલા જ બોલાવી લેવામાં આવ્યા છે. જેથી, ક્યાંય પણ કોઈ ખામી દેખાય તો તેને તુરંત જ દૂર કરી શકાય. આ જ રીતે જો ઘડીના સમયે જલ્લાદ બેભાન થઈ જાય તો પછી જેલ સ્ટાફ જ આ ચારેયને ફાંસી પર લટકાવી દેશે.

જેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે, એવું નથી કે આવું પહેલીવાર થશે. સંસદ હુમલાના દોષી આતંકવાદી અફઝલને પણ ફાંસી પર લટકાવવા માટે જલ્લાદને બોલાવવામાં આવ્યા નહોતો. જેલ સ્ટાફે જ તેને ફાંસી આપી દીધી હતી. આ માટે એવો કોઈ નિયમ નથી કે, કેદીને ફાંસી પર લટકાવવા માટે જલ્લાદની જ જરૂર પડે.

આ અંગે તિહાર જેલના અધિકારીઓનું કહેવું છે કે, અત્યારસુધીની નક્કી કરવામાં આવેલી તારીખ સાર, ચારેયને 22 જાન્યુઆરીની સવારે 7 વાગ્યે ફાંસી પર લટકાવવામાં આવશે. આ પહેલા 21 જાન્યુઆરીએ ડમી અથવા સૈંડ બેગ સાથે ફાયનલ ટ્રાયલ કરવામાં આવશે. પરંતુ તે પહેલા બેવાર ટ્રાયલ કરવામાં આવશે. એટલે કે 22 જાન્યુઆરી પહેલા ત્રણ ટ્રાયલ થશે. જેમાં બે ટ્રાયલ જલ્લાદ દ્વારા કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp