જેમ શંકરાચાર્ય સમાજ માટે જીવે છે, PM મોદી એવી જ રીતે જીવે છેઃ BJP સાંસદ
ઝારખંડના ગોડ્ડાથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ નિશિકાંત દુબેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના શંકરાચાર્ય સાથે કરી છે. તેમણે કહ્યું કે, જે પ્રકારે શંકરાચાર્ય સમાજ માટે જીવે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવી જ રીતે જીવે છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેનું વડાપ્રધાન મોદીને લઈને આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ચારેય શંકરાચાર્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા અયોધ્યા જઇ રહ્યા નથી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીએ થવાનો છે.
જ્યોર્તિપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વર સરસ્વતીએ કહ્યું કે, 'રામ મંદિર અત્યારે પૂરી રીતે બનીને તૈયાર થયું નથી. એવામાં અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા નહીં કરી શકાય. પ્રાણ પ્રતિષ્ઠાને અશાસ્ત્રીય રૂપે કરવામાં આવી રહ્યું છે. જેને સ્વીકાર નહીં કરી શકાય.' જો કે, ભલે બાકી શંકરાચાર્યોએ પ્રાણ પ્રતિષ્ઠા પર સવાલ ઉઠાવ્યા નથી, પરંતુ તેઓ અયોધ્યામાં થઈ રહેલા આ કાર્યક્રમમાં સામેલ થવા જઇ રહ્યા નથી. ગોડ્ડામાં એક કાર્યક્રમ સામેલ થવા પહોંચેલા નિશિકાંત દુબેએ મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શંકરાચાર્ય બતાવ્યા.
તેમણે સંસ્કૃતનો શ્લોક સંભળાવતા કહ્યું કે, 'કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા એટલે કે વ્યક્તિને કર્મથી ઓળખવામાં આવે છે, જે પ્રકારે શંકરાચાર્ય સમાજ માટે જીવે છે, એકલા રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એ જ પ્રકારે જીવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 દિવસનું અનુષ્ઠાન કરી રહ્યા છે અને ઉપવાસ રાખી રહ્યા છે. જેમ એક તપસ્વીનું જીવન હોય છે, એવી જ રીતે વડાપ્રધાન મોદી પણ જીવન જીવી રહ્યા છે.' ભાજપના સાંસદને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો શંકરાચાર્યોના માધ્યમથી કરવામાં આવી રહેલા વિરોધને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં તેમણે આ વાતો કહી.
તેમણે કહ્યું કે, 500 વર્ષો સુધી ચાલેલા સંઘર્ષ બાદ અંતે એ ઐતિહાસિક પળ આવવાની છે. આખો દેશ ઉત્સાહિત છે કે શ્રી રામલલા મંદિરમાં બિરાજમાન થવાના છે. એવામાં દેશના શંકરચાર્યોનો વિરોધ કરવો અપ્રાસંગિક છે. તેમણે પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ ન કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તેમને અત્યાર સુધી પ્રાણ પ્રતિષ્ઠાનું નિમંત્રણ મળ્યું નથી. પરંતુ તેમને જો તિમંત્રણ આપવામાં આવે તો પણ તેઓ તેમાં સામેલ ન થતા.
તેમનું કહેવું છે કે જે પણ કાર્ય થવું જોઈએ, એ શાસ્ત્રો મુજબ થવું જોઈએ. પ્રાણ પ્રતિષ્ઠામાં અશાસ્ત્રીય વસ્તુ થઈ રહી છે, જેણે કોઈ શંકરાચાર્ય સ્વીકારી નહીં શકે. ભગવાન પણ કહે છે કે ધાર્મિક વસ્તુ શાસ્ત્રો હેઠળ થવી જોઈએ અને વિધિયોનું પાલન થવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp