નીતા અંબાણીએ ગરીબ પરિવારની 50 દીકરીઓના લગ્ન કરાવ્યા

PC: thehindu.com

અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્નને હવે 9 દિવસ બાકી છે એ પહેલા નીતા અંબાણીએ ગરીબ પરિવારની 50 દીકરીઓના સામુહિક લગ્ન કરીને તેમને કન્યાદાન આપ્યું છે. આ પહેલા પણ જામનગરમાં પી- વેડીંગ કાર્યક્રમમાં અંબાણી પરિવારે ગામના લોકોને જમાડ્યા હતા.

પાલઘરમાં રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં મુકેશ અંબાણી પરિવાર દ્વારા સામુહિક લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, ગરીબ પરીવારની 50 દીકરીઓના લગ્નનો તમામ ખર્ચ અંબાણી પરિવારે કર્યો હતો. મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ, શ્લોકા, ઇશા, આનંદ પીરામલ પણ હાજર રહ્યા હતા.

દંપતિને 1 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. ઉપરાંત દરેક કન્યાને સોનાનું મંગળસૂત્ર, વેડીંગ રીંગ, ઇયરીગં અને આખા વર્ષનું અનાજ, ઘરની તમામ સામગ્રી પુરી પાડવામાં આવી હતી.નીતા અંબાણીએ આ પ્રંસેગે કહ્યું હતું કે 50 દીકરીઓની વિદાય પછી અંબાણી પરિવારના  લગ્ન પ્રસંગની શરૂઆત થઇ  ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp