ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થતા નીતા અંબાણીએ કહ્યુ- ક્રિકેટ રમત નહીં, ધર્મ છે

PC: twitter.com

IOC સભ્ય નીતા અંબાણીએ કહ્યું કે લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ આવકાર્ય પગલું છે. આ નિર્ણય વિશ્વમાં ઓલિમ્પિક ચળવળ માટે નવી રુચિ અને ઘણી નવી તકો ઊભી કરશે. મુંબઈમાં ચાલી રહેલા 141મા IOC સત્રમાં ક્રિકેટને સત્તાવાર રીતે ઓલિમ્પિક રમત તરીકે સામેલ કરવા અંગે, નીતા અંબાણીએ કહ્યું, IOCના સભ્ય, એક ગૌરવપૂર્ણ ભારતીય અને ક્રિકેટ ચાહક તરીકે, મને આનંદ છે કે IOC સભ્યોએ લોસ એન્જલસ સમર ઓલિમ્પિક્સ 2028માં ક્રિકેટનો સમાવેશ કરવા માટે મત આપ્યો છે.

1900માં ઓલિમ્પિકમાં ક્રિકેટ રમાઈ હતી, જ્યારે માત્ર બે ટીમોએ ભાગ લીધો હતો. નીતા અંબાણીએ કહ્યું, ક્રિકેટ એ વૈશ્વિક સ્તરે સૌથી વધુ પ્રિય રમત છે અને બીજી સૌથી વધુ જોવાયેલી રમત છે. 1.4 અબજ ભારતીયો માટે, ક્રિકેટ માત્ર એક રમત નથી, તે એક ધર્મ છે!

ઈતિહાસમાં આ બીજી વખત છે કે ભારતમાં IOC સત્ર યોજાઈ રહ્યું છે, જે 40 વર્ષ બાદ દેશમાં પરત ફરી રહ્યું છે. ભારતમાં ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. નીતા અંબાણીએ કહ્યું, મને આનંદ છે કે આ ઐતિહાસિક ઠરાવ મુંબઈમાં આપણા દેશમાં આયોજિત 141મા IOC સત્રમાં પસાર કરવામાં આવ્યો છે. નીતા અંબાણીએ આશા વ્યક્ત કરી કે આ જાહેરાત સમગ્ર વિશ્વમાં રમતગમતની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો કરશે. તેમણે કહ્યું કે, ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ નવા ભૌગોલિક વિસ્તારોમાં ઓલિમ્પિક ચળવળ સાથે ઊંડો જોડાણ બનાવશે જ્યારે ક્રિકેટની વધતી જતી આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતાને પણ વેગ આપશે. IOC સભ્ય બનનાર પ્રથમ ભારતીય મહિલા નીતા અંબાણીએ આ દિવસને ભારત માટે ખૂબ જ આનંદનો દિવસ ગણાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp