આ 3 સરકારી બેંકોનું થઈ શકે છે ખાનગીકરણ, નીતિ આયોગની સરકારને સલાહ

PC: tosshub.com

બેંકિંગ સેક્ટરને ખાધમાંથી બહાર લાવવા માટે મોદી સરકારે ઘણા પગલાં ઉઠાવ્યાં છે. સરકારનું કહેવું છે કે, જેટલી ઓછી સરકારી બેંકો હશે, એટલું વધુ સારી રીતે કામકાજ થશે અને બેંકોની આર્થિક સ્થિતિ પણ સુધરશે. આ કડીમાં હવે નીતિ આયોગે સરકારને ભલામણ કરી છે કે, તે ત્રણ સરકારી બેંકોનું ખાનગીકરણ કરી દે. નીતિ આયોગનું કહેવું છે કે, સરકાર પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર પ્રાઈવેટ હાથોમાં સોંપી દે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઉપરાંત નીતિ આયોગે તમામ ગ્રામીણ બેંકોના મર્જરની પણ સલાહ આપી છે.

રિપોર્ટ અનુસાર, સરકારની યોજના છે કે દેશમાં સરકારી બેંકોની સંખ્યા ઘટાડીને 5 કરી દેવામાં આવે. આ અગાઉ સરકારે એપ્રિલ મહિનામાં 10 બેંકોનું મર્જર કરીને 4 બેંકો બનાવી દીધી હતી. એટલું જ નહીં, નીતિ આયોગે સરકારને NBFCને વધુ છૂટ આપવાની પણ ભલામણ કરી છે. જો સરકાર નીતિ આયોગની ભલામણને માની લે તો પછી તેણે પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રના ખાનગીકરણ માટે બેંકિંગ કંપનીઝ (એક્વીજિશન એન્ડ ટ્રાન્સફર) એક્ટ 170માં સંશોધન કરવું પડશે. આ બેંકોના ખાનગીકરણ બાદ તેમનો માલિકી હલ પ્રાઈવેટ હાથોમાં ચાલ્યો જશે.

રિપોર્ટ અનુસાર, આ બેંકો દ્વારા સરકારને સતત નુકસાન થઈ રહ્યું છે, કારણ કે બેંક સતત ખોટમાં ચાલી રહી છે. એવામાં નીતિ આયોગે તેને સમસ્યાનું સમાધાન શોધતા તેના ખાનગીકરણની ભલામણ કરી છે. સરકારનું માનવું છે કે, જેટલી વધુ બેંક હોય છે, ગોટાળો એટલો જ વધુ સામે આવે છે. એટલું જ નહીં, છેલ્લાં થોડાં દિવસોમાં એવા પણ સમાચાર આવ્યા હતા કે, સરકાર નુકસાનમાં ચાલી રહેલી ઈન્ડિયા પોસ્ટને ગ્રામીણ બેંકોની સાથે મર્જ કરી શકે છે. ત્યારબાદ એક નવી પબ્લિક સેક્ટર બેંક બનશે, જે આ નુકસાનીમાંથી બહાર આવવાનું કામ કરશે.

ભારત સરકાર પોતાની અડધા કરતા પણ વધુ પબ્લિક સેક્ટર બેંકોની હિસ્સેદારી વેચવાની યોજના બનાવી રહી છે, જેની શરૂઆત બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને પંજાબ એન્ડ સિંધ બેંકના પોતાના શેર વેચવાથી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, 29 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંકો અને NBFCના પ્રમુખોની સથે બેઠક કરી હતી. આ બેઠકમાં બેંકિંગ સેક્ટરને ફરીથી પાટા પર લાવવાના ઉપાયો પર ચર્ચા થઈ હતી. બેંકોને કહેવામાં આવ્યું કે, તમે લોન આપવામાં અચકાઓ નહીં, સરકાર તમારી સાથે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp