નીતિન ગડકરીએ કહ્યું કે, તેઓ આવી રીતે મહિને 3 લાખની કમાણી કરે છે

PC: c.ndtvimg.com

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે, રાજકારણમાં તેમણે ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો નથી. જો એકપણ વ્યક્તિ કહી દે કે મેં પૈસા લીધા છે તો હું રાજકારણ છોડી દઇશ. દેશમાં કોઇપણ વ્યક્તિ ન મળી શકે જે બોલે કે ગડકરીને બે પૈસા આપ્યા છે. રાજકારણ પૈસા કમાવવાનો ધંધો નથી. તેમણે કહ્યું કે, તેઓ હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં ભાષણ આપે છે અને યૂટ્યૂબ પર લોકો તેમના ભાષણ સાંભળે છે. અમેરિકામાં સૌથી વધારે લોકો ગડકરીના ભાષણ સાંભળે છે. જેના દ્વારા ગડકરી દર મહિને 3 લાખ રૂપિયા યૂટ્યૂબ દ્વારા કમાઇ લે છે.

ગડકરીએ કહ્યું કે, તેઓ ખુલીને બોલવામાં સંકોચાતા નથી. નાનપણમાં જ તેમણે નક્કી કરી લીધું હતું કે તેઓ નોકરી કરશે નહીં બલ્કે નોકરી આપનારા બનશે. તેમના માતા-પિતાએ કહ્યું હતું કે તેઓ વકીલ બને પણ ગડકરીએ કહેલું કે હું નોકરી માગવાનો નથી પણ નોકરી આપનારો બનીશ. કેન્દ્રીય મંત્રી આગળ કહે છે કે જાત, પાત, ભાષાથી લોકો મોટા હોતા નથી પણ લોકો પોતાના કામો અને ગુણોથી મોટા બને છે.

જે કરશે જાતની વાત તેને પડશે લાત

ગડકરીએ કહ્યું કે, તેઓ જાતિની વાત કરતા નથી. તેઓ નેતા છે અને તેમને બધી જાતિના લોકોના મત જોઇએ. બધી જાતિવાળા મારા ભાઈઓ છે, મારો પરિવાર છે. એ હું સમજું છું. આજે તેઓ કોઈ બિઝનેસ કરતા નથી. પણ અત્યાર સુધીમાં તેમણે જેટલો પણ બિઝનેસ કર્યો છે તેનું ટર્નઓવર 2.5 હજાર કરોડ છે. જે પણ બિઝનેસ તેમણે શરૂ કર્યો છે, તેમાં 15000 લોકોને નોકરી આપી છે. જેમાંથી 200 વ્યક્તિ પણ તેમની જાતના નથી. ગડકરી હંમેશાથી એવું કહેતા આવ્યા છે કે જે પણ કરશે જાતની વાત તેને પડશે લાત.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જે લોકો પોતાના કામોથી પસંદ થઇને આવતા નથી તેઓ કહે છે કે મારી જાતિના છે. માટે તેમને આવવા દો. તેમના આવ્યા પછી તેઓ કહે છે, મારી પત્નીને ટિકિટ આપો, મારા દીકરાને, મારા ડ્રાઈવરને ટિકિટ આપો. કોઈ નહીં મળ્યું તો મારા ચમચાને ટિકિટ આપી દો. આ દરેક પાર્ટીઓમાં ચાલી રહ્યું છે. તેમને એ નથી ખબર કે સમાજ બાજુમાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp