ઉજ્જવળ, વધારે સમૃદ્ધ ભવિષ્ય આપણાં સૌની રાહ જોઈ રહ્યું છેઃ નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બજેટને અદ્યતન માળખાગત સુવિધા, નવીનતા અને આગામી પેઢીમાં સુધારા સાથે સમૃદ્ધ ભવિષ્યની પથપ્રદર્શકતા, સમાજનાં દરેક વર્ગનો વિકાસ કરવા માટે આવકાર આપ્યો છે. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં ગડકરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રી મતી નિર્મલા સીતારમણને સ્વપ્નદ્રષ્ટા બજેટ રજૂ કરવા બદલ હૃદયપૂર્વક આભાર અને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ ગતિશીલ બ્લુપ્રિન્ટ કૃષિમાં ઉત્પાદકતા વધારવા, રોજગારી અને કૌશલ્ય વધારવા તથા માનવ સંસાધનો અને સામાજિક ન્યાયને વધારવાનું વચન આપે છે.
ગડકરીએ જણાવ્યું હતું કે, તેનાથી ઉત્પાદન અને સેવાઓ, શહેરી વિકાસ અને ઊર્જા સુરક્ષામાં પ્રગતિનો પવન ફૂંકાય છે. તેમણે ઉમેર્યું હતું કે, માળખાગત સુવિધાઓ, નવીનતા, સંશોધન અને આગામી પેઢીનાં સુધારાઓ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે આ અંદાજપત્ર તમામ ક્ષેત્રોમાં ભારતની નોંધપાત્ર પ્રગતિ માટેનો તખ્તો તૈયાર કરે છે.
वित्त मंत्री श्रीमती निर्मला सीतारमण जी द्वारा प्रस्तुत किए गए केंद्रीय बजट में विदर्भ और मराठवाड़ा के लिए सिंचाई परियोजना के लिए 600 करोड़ रुपए तथा नागपुर मेट्रो के लिए 683 करोड़ रुपए की घोषणा की गई है। विदर्भ एवं मराठवाड़ा क्षेत्र के विकास में महत्वपूर्ण इस घोषणा के लिए लिए मैं…
— Nitin Gadkari (@nitin_gadkari) July 23, 2024
તેમણે જણાવ્યું હતું કે, ઉજ્જવળ, વધારે સમૃદ્ધ ભવિષ્ય આપણાં સૌની રાહ જોઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ ભવિષ્યલક્ષી બજેટ સ્થાયી વૃદ્ધિ, નવીનતા અને સ્થાયી પ્રગતિને પ્રોત્સાહન આપે છે, જે પ્રધાનમંત્રીનાં દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત માટે સ્થિતિસ્થાપક અને સમૃદ્ધ ભવિષ્યને સુનિશ્ચિત કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp