ગડકરીએ જણાવ્યું- પાન મસાલા ખાઈને રસ્તા પર થૂંકનારાઓ સાથે કેવું વર્તન થવું જોઇએ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિવેદનને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. બુધવારે તેમણે જણાવ્યું હતું કે પાન મસાલા ખાઇને રસ્તા પર થૂંકી દેનાર લોકો સાથે કેવું વર્તન થવું જોઇએ. નીતિન ગડકરીએ કહ્યું કે, રસ્તા પર થૂંકનારાઓની તસવીરો ખેચી લેવી જોઇએ અને તેમને અખબારોમાં પ્રકાશિત કરવી જોઇએ જેથી લોકો તેમને જોઇ શકે. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘સ્વચ્છ ભારત અભિયાન’ કાર્યક્રમને સંબોધિત કરતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, લોકો બીજા દેશોમાં સારો વ્યવહાર જુએ છે, પરંતુ પોતાના દેશમાં રસ્તા પર સરળતાથી કચરો ફેકી દે છે.
આ અવસર પર નીતિન ગડકરીએ પર્યાવરણની રક્ષા માટે સ્વચ્છતા બનાવી રાખવા પર ભાર આપ્યો હતો અને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી દૂરી બનાવવાની વાત પણ કરી હતી. મહાત્મા ગાંધીની જયંતી પર આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, લોકો ખૂબ હોશિયાર છે. ચોકલેટ ખાધા બાદ તેઓ તરત જ રેપર ફેકી દે છે. જો કે, જ્યારે તેઓ વિદેશ જાય છે તો તેઓ ચોકલેટ ખાધા બાદ તેના કવરને પોતાના ખિસ્સામાં રાખી લે છે. તેઓ વિદેશમાં સારો વ્યવહાર કરે છે.
તેમણે વધુમાં કહ્યું કે, અગાઉ મારી આદત હતી કે હું ચૉકલેટના રેપરને કાર બહાર ફેકી દેતો હતો. આજે જ્યારે હું ચોકલેટ ખાઉ છું તો તેના રેપરને ઘરે લઇ જાઉ છું અને કચરાપેટીમાં ફેકી દઉં છું. સાર્વજનિક સ્થળો પર સફાઇનો મુદ્દો ઉઠાવતા નીતિન ગડકરીએ જણાવ્યું કે, પાન મસાલા ખાઇને રસ્તા પર થૂંકનારાઓની તસવીરો સાર્વજનિક કારવી જોઇએ, જેથી લોકો જોઇ શકે. મહાત્મા ગાંધીજીએ પણ એવા પ્રયોગ કર્યા હતા. નાગપુરથી સાંસદ નીતિન ગડકરીએ કચરાને કામની વસ્તુઓમાં બદલવાની વકીલાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp