સરકારી કાર્યક્રમના બેનરમાં CM નીતિશ કુમાર સાથે લગાવી દીધી તેજસ્વીની તસવીર, પછી..

PC: aajtak.in

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ આખા દેશમાં આદર્શ આચાર સંહિતા લાગૂ થઈ ગઈ છે. એ છતા બિહારના ગયા જિલ્લામાં સ્વાસ્થ્ય વિભાગે હેલ્થ કેમ્પમાં મુખ્યમંત્રી નીતિશ કુમારનું પોસ્ટર લગાવ્યું હતું. એટલું જ નહીં તેમાં બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની તસવીર પણ છપાયેલી હતી, જ્યારે નીતિશ કુમાર ગઠબંધન છોડીને NDAમાં સામેલ થઈ ચૂક્યા છે.

બિહારના ગયામાં સ્વાસ્થ્ય વિભાગની મોટી બેદરાકરી સામે આવી છે. અહી સ્વાસ્થ્ય વિભાગે હેલ્થ કેમ્પ દરમિયાન નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ સાથે તસવીરવાળું બેનર લગાવી દીધું હતું. આ મેડિકલ કેમ્પ ડોભી પેટાવિભાગના કંજિયા ગામ સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં લગાવવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થિનીઓની એનીમિયાની તપાસ કરવામાં આવી રહી હતી. કેમ્પમાં ઉપસ્થિત ડૉક્ટર આવાસીય વિદ્યાલયની છોકરીઓના એનીમિયાની તપાસ કરી રહ્યા હતા.

આ મેડિકલ કેમ્પમાં જે બેનર લાગ્યું હતું, તેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે બિહારના પૂર્વ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની તસવીર છપાયેલી હતી, જ્યારે નીતિશ કુમાર મહાગઠબંધનથી અલગ થઈ ચૂક્યા છે અને NDA સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા 16 માર્ચ 2024થી આદર્શ આચાર સંહિતા લાગૂ કરી દેવામાં આવી છે. ત્યારબાદ જિલ્લાધિકારીએ બધા વિભાગો, અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી, જેમાં આચાર સંહિતા બાબતે નિર્દેશ આપવામાં આવ્યો હતો કે સરકારી કાર્યક્રમમાં કોઈ પણ રાજનીતિક પાર્ટી કે નેતાનો ફોટો લગાવવાનો નથી.

આ મામલે જ્યારે સિવિલ સર્જન ડૉ. રંજનકુમાર સિંહને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, એક પખવાડિયા હેઠળ બધી શાળાઓમાં કેમ્પ લગાવવામાં આવી રહ્યો છે. એ હેઠળ આ કેમ ડોભીમાં લગાવવામાં આવ્યો હતો, જ્યાં હેલ્થ મેનેજર દ્વારા ભૂલથી આ જૂનું બેનર લગાવી દેવામાં આવ્યું હતું, પરંતુ આ ભૂલનો અનુભવ થતા જ એ બેનર ત્યાંથી હટાવી દેવામાં આવ્યું છે. આ બેનર પાછળ સરકારી પદાધિકારી અને કર્મીની કોઈ ખોટી મંશા નહોતી. આગળ એવી ભૂલ નહીં થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp