BJPની નજીક આવી રહ્યા છે કે કંઈક બીજી છે તૈયારી, શું છે નીતિશ-નાયડુના મનમાં?
નીતિશ-નાયડુ.. આ બંને નેતાઓનું મહત્ત્વ ભાજપ માટે શું છે, કદાચ એ બતાવવાની જરૂર નથી. મોદી 3.0માં NDAમાં આમ તો ઘણી પાર્ટીઓ સામેલ છે, પરંતુ ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને JDUની ખાસ જગ્યા છે. 4 જૂને જ્યારથી લોકસભાના પરિણામ સામે આવ્યા છે, ત્યારબાદ આ બંને પાર્ટીઓને લઈને અટકળોનો દૌર ચાલુ છે. નીતિશ-નાયડુના નિવેદનનો મતલબ રાજકીય ગલિયારામાં કાઢવામાં આવે છે. હાલમાં જ આ બંને નેતાઓએ એવા પગલાં ઉઠાવ્યા છે, જેણે કેટલાક લોકો ભાજપ સાથે વધતી નજીકતા તરીકે જોવામાં આવી રહ્યા છે તો કેટલાક લોકો અલગ રણનીતિ માની રહ્યા છે.
નીતિશ અને નાયડુ કઇ તરફ વધ્યા આગળ?
નીતિશ અને નાયડુ આ બંને નેતાઓએ હાલમાં જ એવા પગલાં ભર્યા છે જેમને હિન્દુ વોટ બેંક સાધવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. નાયડુએ તિરૂપતિ મંદિરના લાડુમાં પશુઓની ચરબી મળવાનો આરોપ લગાવતા આ મામલાને ઉઠાવ્યો. તો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રામ મંદિર નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પોતાના પ્રતિદ્વંદ્વી YS જગન મોહન રેડ્ડી પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે.
નાયડુનું કહેવું છે કે જ્યારે રેડ્ડીની સરકાર સત્તામાં હતી, ત્યારે તિરૂપતિ મંદિરમાં વહેંચાતા લાડુઓમાં પશુઓની ચરબીની ભેળસેળ કરવામાં આવતી હતી. બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના લગભગ 8 મહિના બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને મંદિર નિર્માણ માટે તેમના વખાણ કર્યા છે. નીતિશે પોતાની ચિઠ્ઠીમાં સીતામઢી સ્થિત પુનોરા ધામના વિકાસ માટે પોતાની સરકારની યોજનાનો પણ ઉલ્લેખ કર્યો છે, જેને માતા સીતાનું જન્મસ્થળ માનવામાં આવે છે.
નાયડુના નિશાના પર જગન મોહન હતા જ, કેમ કે અત્યારે પણ તેઓ રાજ્યના પ્રમુખ વિપક્ષી દાળના નેતા છે. લોકસભાની ચૂંટણી બાદ પાર્ટીની હાલત ખરાબ છે અને નાયડુ હજુ વધારે ઇજા પહોંચાડવા માગે છે. એ સિવાય પવન કલ્યાણ ફેક્ટર છે. આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને જન સેના પાર્ટી (JSP)ના નેતા પવન કલ્યાણ રાજ્યમાં એક પ્રમુખ ચહેરા તરીકે ઉભર્યા છે. ભાજપ સાથે પણ સંબંધ મજબૂત છે. વડાપ્રધાન મોદીએ પણ તેમના વખાણ કરતા કહ્યું કે, પવન નહીં આંધી છે.
તિરૂપતિ લાડુ વિવાદ જ્યારે છેડાયો તો એક્ટરમાંથી નેતા બનેલા કલ્યાણ ખૂબ આક્રમક નજરે પડ્યા. એવામાં માનવામાં આવી રહ્યું છે કે નાયડુએ એમ જ આ પગલાં વધાર્યા નથી. હિન્દુ વોટો વચ્ચે તેઓ પોતાની પકડ વધુ મજબૂત કરવા માગે છે. નીતિશ કુમારે 8 મહિના બાદ એમ શા માટે કહ્યું? રામ મંદિર માટે મોદીની પ્રશંસા અને સીતામઢી અને અયોધ્યા વચ્ચે સીધી રેલ લિંકની માગણીએ બિહાર ભાજપના નેતાઓના મનમાં પણ આશંકા ઉત્પન્ન કરી દીધી છે.
ભાજપના નેતાઓને લાગે છે કે જે વોટોના દમ પર લોકસભાની ચૂંટણીમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું એ વોટ બેંકમાં નીતિશ કુમાર સેન્ધ લગાવવાનો પ્રયાસ કરી શકે છે. નીતિશ કુમારે પહેલા ક્યારેય એવી કોઈ ટિપ્પણી કરી નથી. છેલ્લા 8 મહિનાથી ગઠબંધન સહયોગી હોવા છતા તેઓ ચૂપ રહ્યા છે. હવે જો તેઓ એવી વાત કરી રહ્યા છે તો તેમની પાછળ તેમની કોઈ ને કોઈ વાત જરૂર હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp